શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૪. નવમું સામાયિક વ્રત

← ૧૩. આઠમું વ્રત શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૧૪. નવમું સામાયિક વ્રત
જૈન ધાર્મિક સાહિત્ય
૧૫. દસમું દેશાવગાસિક વ્રત →


૧૪. નવમું સામાયિક વ્રત

(પહેલું શિક્ષાવ્રત)


નવમું સામાયિક વ્રત - નવમું સમભાવમાં રહેવા રૂપ સામાયિક વ્રત
સાવજ્જં જોગનું વેરમણં - પાપના કામથી નિવર્તુ છું.
જાવ નિયમં - જ્યાં સુધી મર્યાદા કરી છે
પરજ્જુવાસામિ - ત્યાં સુધી સમભાવમાં રહુ.

દુવિહં તિવિહેણં, નકરેમિ, નકારવેમિ, મણસા, વયસા, કાયસા, એવી મારી તમારી સદહણા પ્રરૂપણાએ કરી સામાયિકનો અવસર આવે અને સામાયિક કરીએ તે વારે (ત્યારે) સ્પર્શના એ કરી, શુધ્ધ હોજો! એહવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયરા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં :-

મણ દુપ્પણિહાણે - સામાયિકમાં મન માઠું પ્રવર્તાવ્યું હોય
વય દુપ્પણિહાણે - સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું હોય
કાય દુપ્પણિહાણે - સામાયિકમાં કાયા માઠી રીતે પ્રવર્તાવી હોય
સામાઈયસ્સ સઈ અકરણયા - સામાયિક વેઠની જેમ કરી હોય, બરોબર પાલન ન કર્યું હોય

સામાઈસ્સ અણવટ્ઠીયસ કરણયા - સામાયિકનો સમય પૂર્ણ થયા પહેલા પાળી લીધી હોય

એહવા નવમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાદ દોષ લાગ્યો હોય તો;
અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.