શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૩૪. ક્ષમાપના સૂત્ર

← ૩૩. છઠ્ઠા ખામણા શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૩૪. ક્ષમાપના સૂત્ર
[[સર્જક:|]]
૫. કાઉસ્સગ્ગ આવશ્યક →


૩૪. ક્ષમાપના સૂત્ર


ગાથા :

ખામેમિ સવ્વે જીવા - ખમાવું છું સર્વ જીવોને જે જે જીવોએ મારી અપરાધો કર્યા હોય તે બધા અપરાધો હું ખમું છું.
સવ્વે જીવાતિ ખમંતુ મેં - સર્વે જીવો પણ મને ક્ષમા આપજો
મિત્તીમે સવ્વ ભૂએસુ વેરં મજ્ઝં ન કેણઇ એવં મહં આ લોઇયં નિંદિર્ય ગરહિંય દુગંછિયં - સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે. કોઈની સાથે મારે વેર નથી એ પ્રકારે હું આલોચના કરી, નિંદા કરી (ગુરુની સાક્ષીએ) વિશેષ નિંદા કરી દુગંછા કરી

સવ્વ તિવિહેણં પડિક્કંતો - સમ્યક પ્રકારે ત્રણ પ્રકારે (મન, વચન, કાયાએ) પ્રતિક્રમણ કરતો થકો
વંદામિ જિણં ચઉવ્વીસ – ચોવીસ જિનેશ્વર પ્રભુઓને વાંદુ છું

ઇતિ અતિચાર આલોવ્યા, પડિક્કમ્યા નિંદા નિઃશલ્ય થયા વિશેષે અરિહંત, સિદ્ધ, કેવળી, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ સાધ્વી, ગુરુ આદિ ને ભુજો ભુજો કરી ખમાવું છું

અહિં ઇચ્છામિ ખમાસમણોનો પાઠ બે વખત ઊભડક બેસીને કહેવો પછી

સ્વામિનાથ સામાયિક ૧, ચઊવ્વિસંથોર ૨, વંદના ૩ અને પ્રતિક્રમણ ૪ એ ચાર આવશ્યક પૂરા થયા તેને વિષે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો માત્રા મીડું પદ અક્ષર ગાથા સુત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહન્ત અનંત સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં

(અહિં ઊભા થઈને વંદના કરી પાંચમા આવશ્યકની આજ્ઞા માંગવી)