શ્રી આનંદધન ચોવીશી/શ્રી શાંતિનાથ સ્વામી

← શ્રી ધર્મનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી શાંતિનાથ સ્વામી
આનંદધન
શ્રી કુંથુનાથ સ્વામી →
(રાગ - મલ્હાર, ચતુર ચોમાસું પડિક્કમી )


૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન

(રાગ: મલ્હાર)


શાંતિ જિન એક મુજ વિનતી, સુણો ત્રિભુવન રાય રે,
શાંતિ સ્વરૂપોઅ કિમ જાણીયે, કહો મન કિમ પરખાય રે... શાંતિજિન... ૧

ધન્ય તું આતમ એહને, એહવો પ્રશ્ન અવકાશ રે,
ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે.... શાંતિજિન... ૨

ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે,
તે તેમ અવિતથ્ય સદેહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે.... શાંતિજિન... ૩


આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે,
સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે.... શાંતિજિન... ૪

શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે,
તામસી વૃત્તિ સવિ પરિહરે, ભજે સાત્વિકી શાલ રે.... શાંતિજિન... ૫

ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે,
સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે.... શાંતિજિન... ૬

વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે,
ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈસ્યોઆગમે બોધ રે.... શાંતિજિન... ૭

દુષ્ટજન સંગતિ પરિહરે, ભજે સુગુરુ સંતાન રે,
જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુક્તિ નિદાન રે.... શાંતિજિન... ૮

મન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે,
વંદક નિંદક સમગણે, ઈસ્યો હોય તું જાણે રે.... શાંતિજિન... ૯


સર્વ જગજંતુને સમ ગણે, સમગને તૃણ મણિ ભાવ રે,
મુક્તિ સંસાર બેહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવરે.... શાંતિજિન... ૧૦

આપણો આતમભાવ જે, એક ચેતન આધાર રે,
અવર સવિ સાથ સમ્યોગથી, એહ નિજ પરિકર સાર રે.... શાંતિજિન... ૧૧

પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમ રામરે,
તાહરે દરિશને નિસ્તર્યો, મુજ સિદ્ધાં સવિકામ રે.... શાંતિજિન... ૧૨

અહો ! અહો !હું મુજને કહું, નમો મુજ નમો મુજરે,
અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે.... શાંતિજિન... ૧૩

શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂપ રે,
આગમ મામ્હે વિસ્તાર ઘણો, કહ્યો શાંતિ જિનભૂપ રે.... શાંતિજિન... ૧૪

શામ્તિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે,
આનંદધન પદ પામશે, તે લહેશે બહુ માન રે.... શાંતિજિન... ૧૫