સમુદ્ર સરીખા મારા વીરા
સમુદ્ર સરીખા મારા વીરા મીરાંબાઈ |
૧૭
તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે હોજી. ... મારા.
આ રે કાયામાં છે વાડીઓ રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગોરા રે ... મારા.
આ રે કાયામાં છે સરોવર રે હોજી,
માંહે હંસ તો કરે છે કલ્લોલા રે ... મારા.
આ રે કાયામાં છે હાટડાં રે હોજી,
તમે વણજવેપાર કરોને અપરંપારા રે ... મારા.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધારના ગુણ હોજી,
દેજો અમને સંતચરણે વાસેરા રે ... મારા.
અન્ય સંસ્કરણ
ફેરફાર કરોતમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે હોજી. ... મારા.
આ રે કાયામાં છે વાડીઓ રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગોરા રે ... મારા.
આ રે કાયામાં છે સરોવર રે હોજી,
માંહે હંસ તો કરે છે કલ્લોલા રે ... મારા.
આ રે કાયામાં છે હાટડાં રે હોજી,
તમે વણજવેપાર કરોને અપરંપારા રે ... મારા.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધારના ગુણ હોજી,
દેજો અમને સંતચરણે વાસેરા રે ... મારા.