સર્જક:નારાયણ વિસનજી ઠક્કુર
નારાયણ વિશનજી ઠક્કુરનો જન્મ ઇ.સ. ૧૮૮૪માં થયો હતો. તેઓ "ગુજરાતના વૉલ્ટર સ્કૉટ" તરીકે પણ ઓળખાય છે.
તેમણે ગુજરાતીમાં ઘણી ઐતિહાસિક નવલકથાઓ રચી છે. ઉત્તર હિન્દના વિલાસી જીવનનો પરિચય આપવા માટે સુરૂચીનો ભંગ થાય તેવા કેટલાક લેખન માટે તેમણે વિચારશીલ વર્ગની નારાજગી વ્હોરી લીધી હતી. તેઓ પ્રાયહ્ તેમની નવલકથાઓના બે નામ રાખતા.
તેઓ 'બરોડા ગેઝેટ' નામના વર્તમાન પત્રના તંત્રી પણ રહી ચૂક્યા હતા.[૧]
તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૮માં થયું હતું
રચનાઓ
ફેરફાર કરોનવલકથાઓ
ફેરફાર કરોઐતિહાસિક
ફેરફાર કરો- પ્લાસીનું યુદ્ધ અથવા લોર્ડ ક્લાઇવનું ષડતંત્ર (૧૯૦૫)
- હલ્દીધાટનું યુદ્ધ અથવા અકબરનો પરાજય(૧૯૦૬)
- પદ્મિની અથવા ભસ્મીભૂત ચિતોડ (૧૯૧૦)
- કતલેઆમ અથવા દિલ્હીનો ડગમગતો રાજમુકુટ (૧૯૧૧)
- ભદ્રકાળી અથવા પાવાગઢનો પ્રલય (૧૯૧૨)
- જગન્નાથની મૂર્તિ અથવા ભારતનું ભવિષ્ય (૧૯૧૩)
- હમ્મીર હઠ અથવા રણથંભોરને ઘેરો (૧૯૧૪)
- ચાણક્ય નન્દિની અથવા ચચ્ચ અને સુંહધી (૧૯૧૭)
- અનંગભદ્રા અથવા વલ્લભીપુરનો વિનાશ(૧૯૧૮)
- બાદશાહ બાબર અથવા નૂરે ઈસ્લામ (૧૯૨૦)
- ચક્રવર્તી હમ્મીર અથવા ચિતોડને પુનરૂદ્ધાર (૧૯૨૧)
- કચ્છનો કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર (૧૯૨૨)
- અનારકલી અથવા અપરાધી અકબર (૧૯૨૩)
- મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા (૧૯૨૪)
- પરાધીન ગુજરાત અથવા ચાવડા વંશને ઉદય (૧૯૨૫)
- નાનાસાહેબ અથવા સ્વધર્મ માટે પ્રાણાર્પણ (૧૯૨૬)
- મુરીદે શયતાનઅથવા મલબારનો મોપલા અત્યાચાર (૧૯૨૭)
- સિતમગર સુલ્તાન અથવા તલ્વાર કે કુરાન ? (૧૯૨૮)
- કચ્છનો કેસરી અથવા ધોઘો અને ચનેસર (૧૯૨૯)
- અમર ગર્જના અથવા સુષુપ્તિ કે જાગૃતિ ? (૧૯૩૦)
- ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (૧૯૪૫)
- માધવી કંકણ અથવા શાહજહાનના છેલ્લા દિવસો
- દિલ્હીની સુલતાના – રઝીયા બેગમ,
અન્ય
ફેરફાર કરો- કુસુમ કંટક અથવા રમણી કે રાક્ષસી
- વિલાયતી વિલાસમાં ફેશનબાઇ
- ચુડેલનો વાંસો.
નાટક
ફેરફાર કરોમાધવકેતુ, માલવકેતુ, માયામોહિની, ગર્વખંડન, દગાબાજ, બેધારી તલવાર
અનુવાદ
ફેરફાર કરોઆનંદાશ્રમ
કાવ્ય સંગ્રહ
ફેરફાર કરોકાવ્યકુસુમાકર
અન્ય કૃતિઓ
ફેરફાર કરોકૃષ્ણભક્ત બોડાણાના પદોનું સંપાદન
- ↑ https://books.google.co.in/books?id=mkwjDQAAQBAJ&pg=PT39&lpg=PT39&dq=%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3+%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0&source=bl&ots=EVbYB0N-Zu&sig=MSUv9-p5t2DscCkz7WlguwCZ2Ec&hl=en&sa=X&ved=0ahUKEwjb7bWPidvQAhUIvI8KHXDkBmkQ6AEINjAE#v=onepage&q=%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3%20%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0&f=false