સર્જક:નારાયણ હેમચંદ્ર

નારાયણ હેમચંદ્ર (૧૮૫૫–૧૯૦૪) એ એક ગુજરાતી લેખક, અનુવાદક અને કવિ હતાં. તેમના જીવન પર ગાંધીજીનો પ્રભાવ હતો. ગાંધીજી તેમને ઇંગ્લન્ડમાં મળ્યા હતાં અને તેમને વિચિત્ર દેખાવ અને વિચિત્ર પોષાક ધારણ કરનાર તરીકે વર્ણવ્યા હતાં. અને તેમના મતે તેઇ અણગમતી શારીરિક ગંધ પણ ધરાવતા હતા, પણ તેઓને પોતાના દેખાવ, વસ્ત્રો કે નબળી અંગ્રેજીનો આદિનો કોઈ છોછ ન હતો. ગાંધીજીએ તેમના પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં નારાયન હેમચંદ્રની અન્ય્ સંસ્કૃતિનો અભાસ અને ભાષા શીખવાના તેમના ઉત્સાહની વાત વર્ણવી છે. તેમણે રવિન્દ્રનાથ ટાગોર ના લેખનોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે અને પયગંબર મુહમ્મદની જીવન કથા પણ લખી છે.[][]

જૂન ૧૮૯૩ ગુજરાત વર્નાક્યૂલર સોસાયટી દ્વારા તેમના દ્વારા લખાયેલ "ધાર્મિક પુરુષો" નામનું પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તક ચૈતન્ય, નાનક, કબીર અને રામકૃષ્ણ જેવા સંતોનું ચરિત્ર ધરાવે છે. []

તેમના દ્વારા લખાયેલ હું પોતે (૧૯૦૦)એ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલ પ્રથવ આત્મકથા હતી, અલબત્ સૌ પ્રથમ નવલકથા લખવાનો શ્રેય નર્મદને જાય છે, (પ્રકાશન ૧૯૩૩) .[]

નર્મદે તેમની આત્મકથા ૧૮૬૬માં લખી હતી પણ તેનું પ્રકાશન તેમના મરણોપરાંત થાય એવી તેમની ઈચ્છા હતી. આ આત્મકથા ૧૯૩૩માં તેમના જન્મ જયંતિ સમયે પ્રકાશિત થઈ. આ પોઅહેલા ગુજરાતી ભાષામાં બે આત્મકથાઓ પ્રગતા થઈ હતી , હું પોતે (૧૯૦૦) નારાયણ હેમચંદ્ર અને સત્યના પ્રયોગો (૧૯૨૫-૧૯૨૯) મહાત્મા ગાંધી.[]ઢાંચો:Efn-ua

સંદર્ભો

ફેરફાર કરો
  1. ઢાંચો:Citation
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  4. ૪.૦ ૪.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).

બાહ્ય કડીઓ

ફેરફાર કરો