સર્જક:બાપુસાહેબ ગાયકવાડ
બાપુસાહેબ ગાયકવાડ (૧૭૭૯-૧૮૪૩) ગુજરાતી કવિ હતા. એમણે ભક્ત કવિ ધીરા ભગતને પોતાના ગુરુ માની અનેક ભક્તિ પદોની રચના કરી હતી. એમના સમયમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં કાવ્યસર્જન માટે તેઓ જાણીતા હતા. એમનો જન્મ સંવત ૧૮૩૫ (ઇ.સ. ૧૭૭૯)માં થયો હતો. તેઓ વડોદરા જિલ્લામાં આવેલા સાવલી નજીક આવેલ ગોઠડા ગામના જાગીરદાર હતા.
સર્જન
ફેરફાર કરોબાપુસાહેબ બ્રહ્મજ્ઞાની હતા. તેમણે શાંતરસની અનેક કવિતાઓ રચી છે. એમણે જ્ઞાનોપદેશ, બ્રાહ્મણશુદ્રભેદ, ધર્મવેશનાં અંગ, બ્રહ્મજ્ઞાનના પદ, જ્ઞાન ભક્તિ વગેરે વિષયો પર અનેક પદ રચ્યા છે. અન્ય રચનાઓમાં મહિના, પરજિયા, જ્ઞાનોપદેશની કાફી, સિદ્ધિમંડન વગેરેનો સમાવેશ થાય છે. તેમની રચના ‘રામરાજિયો’ આજે પણ મરણ પશ્ચાત ગવાય છે.
અવસાન
ફેરફાર કરોએમનું અવસાન આસો સુદ ૧૧, સંવત ૧૮૯૯ (ઇ.સ. ૧૮૪૩)ના દિવસે થયું હતું.