સર્જક:બાલાશંકર કંથારીયા
બાલાશંકર કંથારીયા | |
---|---|
જન્મ |
૧૭ મે 1858 નડીઆદ |
મૃત્યુ |
૧ એપ્રિલ 1898 વડોદરા |
વ્યવસાય | અનુવાદક, કવિ |
ભાષા | ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા, ફારસી, અરબી ભાષા, વ્રજ ભાષા |
રાષ્ટ્રીયતા | બ્રિટીશ ભારત |
બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા[૧]નો એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદમાં સઠોદર નાગર કુળમાં થયો હતો.[૨][૩]
અભ્યાસ
ફેરફાર કરોતેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.[૨]
જીવન
ફેરફાર કરોઅભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.[૨]
અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.[૨]એમ કહેવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.[૪]
તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે વડોદરા ખાતે અવસાન પામ્યા.[૨]
સાહિત્ય-સર્જન
ફેરફાર કરો'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.[૩]તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.[૨]
'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે.[૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
- ↑ ૩.૦ ૩.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
- ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
- ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).