સર્જક:ભોગીન્દ્ર દિવેટીયા
ભોગીન્દ્ર દીવેટીયા | |
---|---|
ભોગીન્દ્ર દીવેટીયા | |
ઉપનામ | સાર્જન્ટ રાવ, સુબંધુ |
જીવનસાથી | કૌમુદી બહેન[૧] |
ભોગીન્દ્ર ર. દીવેટીયા એ એક ગુજરાતી સાહિત્યકાર હતા. 'સાર્જન્ટ રાવ' તથા 'સુબંધુ' એ ઉપનામ હેઠળ તેઓ સાહિત્યરચના કરતા. તેમની નવલકથાઓ એકી સાથે પાંચ સામાયિકોમાં પ્રગટ થતી. [૨]
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૦૧-૦૪-૧૮૭૫ના દિવસે અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાધનપુર અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું.[૨] ૧૮૯૫માં મેટ્રિકની પરીક્ષા આપી તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં ટર્મ ભરવા ગયા હતાં. પરંતુ ઈ.સ.૧૯૦૧માં અમદાવાદ પાછા ફર્યા હતા. ૧૯૦૨-૦૩ દરમ્યાન તેમણેકાલોલ, રાજકોટ ધોલેરા જેવા સ્થળોએ નોકરી કરી હતી. ૧૯૦૩માં તેમણે 'સુંદરીસુબોધ'નું નામના સામાયિકનું પ્રકાશન કર્યું હતું. ૧૯૦૫માં તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પાર કરી હતી અને ૧૯૦૬-૦૭ અમદાવાદની નેટિવ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૦૬માં તેઓ ગુજરાત સાહિત્ય સભાના માનદ્ મંત્રી બન્યા. ઈ.સ. ૧૯૧૧-૧૭ દરમ્યાન તેઓ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈસ્કુલમાં શિક્ષક હતા. તેઓ ૨૬-૧૧-૧૯૧૭ના દિવસે મુંબઈમાં અવસાન પામ્યા.[૩]
સાહિત્ય રચનાઓ
ફેરફાર કરોકન્હૈયાલાલ મુનશી અને રમણાલાલ દેસાઈ જેવા લેખકોના પૂરોગામી યુગના આ લેખકોમાં ના એક એવા ભોગીન્દ્ર દીવેટીયાના લેખન પર વિક્ટર હ્યુગો, ટોલ્સટૉય અને ગોવર્ધનરામ નો પ્રભાવ હતો.
પ્રકાશનો
ફેરફાર કરો- બંધુ સમાજ હેઠળ સુંદરીસુબોધ - સામાયિક (૧૯૦૩)
- સુમતિ, મેઘનાદ, નાગર - પત્રો (૧૯૦૪-૧૯૦૬)
નવલકથાઓ
ફેરફાર કરો- મૃદુલા (૧૦૯૭) ,
- ઉમાકાન્ત (૧૯૦૮),
- તરલા (૧૯૧૪) - ટોલ્સ્તટૉયની એના કેરેનીના અધારે
- ચમેલી(૧૯૧૦), સિતારનો શોખ (૧૯૧૧) ટોલ્સટોયની વાતો (૧૯૧૨) બે ભાગ - ટોલ્સટૉયની રચનાઓના અનુવાદ
- આસિસ્ટન્ટ કલેક્ટર (૧૯૧૪) અંગ્રેજી લેખક પેનીની ધ ઈનએવિતેબલ લૉ પર અધારિત
- મોહિની(૧૯૦૪)અંગ્રેજી લેખક હેન્રી વૂડની ધ ડેન્સબરી હાઉસ પર અધારિત
- અજામિલ (૧૯૧૭)અંગ્રેજી લેખક વિક્ટર હ્યુગોની લામિઝરેબલ પર અધારિત
- અન્ય નવલકથાઓ - સ્નેહ કે મોહ, કૉલેજિયન, રસિકચંદ્ર - ભાગ ૪,તેલીફોન, રાજમાર્ગનો મુસાફર, સ્ત્રીઓ ને સમાજસેવા, જીવનકલા, લગ્ન ધર્મ કે કરાર, દીવાળી કે હોળી, લલિત કુમાર,
લઘુ નવલ
ફેરફાર કરોસોલિસિટર (૧૯૦૭), લગ્નબંધન (૧૯૧૮), જ્યોત્સના (૧૯૩૩)
જીવન ચરિત્ર
ફેરફાર કરોશ્રીયુત ત્રિભુવનદાસ ભાણજીનું જીવન ચરિત્ર ટોલ્સટોયનું જીવન ચરિત્ર
અન્ય
ફેરફાર કરોઇંગ્લંડનો ઇતિહાસ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
- ↑ ૨.૦ ૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
- ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).