સર્જક:મણિલાલ ભગવાનજી દેસાઈ

મણિલાલ ભગવાનજી દેસાઈ
શિક્ષણ એમ. એ.


મણિલાલ ભગવાનજી દેસાઈ (જ. ૧૯ જુલાઈ ૧૯૩૯, અ. ૪થી મે ૧૯૬૬) ગુજરાતી કવિ હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈ શહેર ખાતે લીધું હતું. તેમણે ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતક તેમ જ અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી. શિક્ષણ પુર્ણ થયા પછી તેઓ ઘાટકોપર(મુંબઈ) ખાતે ઝુનઝુનવાલા કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક જોડાયા હતા. એમની રચનાઓનો જયંત પારેખ દ્વારા સંપાદન કરી મરણોત્તર અને એકમાત્ર કવિતા-સંગ્રહ ‘રાનેરી’ વર્ષ ૧૯૬૮માં પ્રગટ કરવામાં આવ્યો હતો.