સર્જક:રવિસાહેબ
રવિ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સ્થાપક સંત છે. તેમનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા નામના ગામમાં થયેલો. કહેવાય છે કે પૂર્વજીવનમાં (દીક્ષા પહેલાં) તેઓ રવજી નામે ધૂર્ત અને વ્યાજખાઉં વાણિયા હતા. કોઇ કહે છે તેઓ રવજી નામના દુષ્ટ અને જુલ્મી જમાદાર હતા, પણ ભાણસાહેબના સત્સંગનો એવો રંગ લાગ્યો કે તેઓ પોતાની બધી જ સારી-નરસી પ્રવૃત્તિઓ છોડીને ભક્તિના માર્ગે વળી ગયા. તેમના ઘણા શિષ્યો હતા જેમાં મોરાર સાહેબ સમર્થ સંત ગણાયા છે.