સર્જક:હરિશ્ચંદ્ર ભટ્ટ

હરિશ્ચન્દ્ર ભગવતીશંકર ભટ્ટ (૬-૧૨-૧૯૦૬, ૧૮-૫-૧૯૫૦) : કવિ. જન્મ ઓલપાડ (જિ. સુરત)માં. મુંબઈમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ. સંસ્કૃત, વેદસાહિત્ય ઉપરાંત પોલિશ, જર્મન, અંગ્રેજી જેવી ભાષાઓનો અભ્યાસ. કોઈ ખાનગી પેઢીમાં સેવાઓ આપતા. પછીથી પોલૅન્ડની રાજદૂત કચેરીમાં (પોલિશ કૉન્સ્યુલેટમાં) જોડાયેલાં. નાલંદા પબ્લિકેશન્સ નામની સંસ્કાર અને સંસ્કૃતિલક્ષી પ્રકાશન-સંસ્થાની સ્થાપના. ૧૯૪૯થી પરમાણંદ કાપડિયાના તંત્રીપદે નીકળતા સામયિક ‘યુગધર્મ’માં જોડાયેલા.

આ પણ જુઓ

ફેરફાર કરો