← પ્રસ્તાવના સર્વોદય
૧.સાચનાં મૂળ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨.દોલતની નસો →




૧.
સાચનાં મૂળ


માણસો ઘણી ભૂલથાપ ખાય છે. પણ અરસપરસની લાગાણીની અસરનો વિચાર કર્યા વિના માણસો કેમ જાણે સંચાની માફક જ કામ કરતા હોય નહિ, એમ ધારી લૈ તેઓની વર્તનૂકને સારુ કાયદા ઘડવા એના જેવી બીજી મોટી ભૂલ એકે જોવામાં આવતી નથી. અને એવી ભૂલ તે આપણને હીણપત લગડનારી ગણાય. જેમ બીજી ભૂલોમાં ઉપર ટપકે જોતાં કંઈક આભાસ જોવામાં આવે છે . તેમ લૌકિક નિયમમોને વિસે પણ જોવામાં આવે છે. લૌકિક નિયમ બાંધનારા કહે છે કે, ' અરસપરસ લાગની એ તો અકસ્માત ગણવો, અને તેવી લાગણીને માણસની સાધારણ પ્રકૃતિના ધોરણ ધક્કો પહોંચાડનાર ગનવી. પણ લોભ અને આગળ વધવાની ઇચ્છા એ તો હમેંશા રહે છે. એટલે અકસ્માતને દૂર રાખીને, માણસને સંચો ગનીને, કેવી જાતની મજૂરીથી ને કેવી લેવદેવથી માણસ વધારેમાં વધારે દોલત એકઠી કરી શકે એ વિચારવાનું છે. આવા વિચારને આધારે ધોરણ રચીને પછી એકબીજાની મરજીમાં આવે તેટલી અરસપરસ આગાનીનો ઉપયોગ કરી ભલે લૌકિક વહેવાર ચલાવાય.'

જો અરસપરસ લાગણીનું જોર લેવદેવના ધારાની જાતનું હોય તો ઉપરની દલીલ બરોબર ગણાત. માણસની લાગણી એ અંતરનું બળ છે. લેવદેવના ધારા એ એક સંસારી નિયમ છે. એટલે બન્નેની જાત એક નથી. એક વસ્તુ અમુક દિશામાં જતી હોય અને તેની ઉપર એક તરથી જાથુક જોર થતું હોય ને બીજી તરફ આકસ્મિક જોર થતું હોય, તો આપણે પહેલાંથી જાથુક જોરનું માપ કરીએ ને પછી આકસ્મિક જોરનું માપ કરીએ. બન્નેના તારણ ઉપરથી તે વસ્તુની ગતિનો નિશ્ચય આપણે કરી શકીશું. આમ આપણે કરી શકીએ છીએ તેનું કારણ એ કે આકસ્મિક અને જાથુકના જોર બન્ને એક જાતના છે. પણ માણસ જાતના વહેવારમાં લેવદેવના જાથુક નિયમનું જોર અને અરસપરસ લાગણી રૂપી આકસ્મિક જોર એ બેની જાત જુદી છે. લાગની એ માણ્સ ઉપર જુદા પ્રકારની અને જુદી રીતે અસર કરે છે. તેથી માણસનું સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે જેમ અમુક વસ્તુની ગતિની ઉપર જુદા જુદા જોરની અસર આપણે સરવાળા બાદબાકીના નિયમથી તપાસીએ તેમ લાગનીની અસરને આપણે તપાસી શકતા નથી. લેવદેવના ધારાનું જ્ઞાન માણસની લાગણીની અસર તપાસતી વેળા કંઈ કામમાં આવતું નથી.

લૌકિક શાસ્ત્રના ધારા ખોટા છે એમ કહેવાનું કંઈ કારણ નથી. કસરતી શિક્ષક જો ધારે કે માણસને માત્ર માંસ જ છે ને હાડપિંજર નથી, ને પછી ધારા ઘડે તો ભલે તેના ધારા ખર હોય, પણ તે ધારા હાડપિંજરવાળા માણાસ્ને લાગુ નહિ પડે. તેમજ લૌકિક શાસ્ત્રના ધારા ખરાં હોવાં છતાં લાગનીથી બંધાયેલ માણસને લાગુ પડી શક્તા નથી. કોઈ કસરતબાજ એમ કહે કે માણસનાં માંસને નોખું પાડી તેના દડા બનાવીએ, તેને લાંબુ કરી તેની દોરીઓ બનાવીએ. પછી તે એમ પણ કહે તેમાં જો હાડપિંજર દાખલ કરીએ તો કેટલી હરકત આવશે. આવું બોલનરને આપણે ગાંદો કહીશું, કેમકે હાડપિંજર કંઈ માંસથી નોખું પાડીને કસરતના નિયમ ઘડી શકાશે નહિ. તેમજ લૌકિક શાસ્ત્રના નિયમ માણસ જાતની લાગણી દૂર કરીને ઘડાય તે માણસને કામના નથી. છતાં હાલના લૌકિક વહેવાર બજાવનારા શાસ્ત્રીઓ પેલા કસરતી શિક્ષકની જેમ કરે છે. તેઓના હિસાબ પ્રમાણે માણસ શરીર -સંચો-માત્ર છે, ને તેમ ધારીને તેઓ નિયમ ઘડે છે. તેમાં જીવ છે એમ જાણે છે, છતાં તેની ગણતરી કરતા નથી. આવું શાસ્ત્ર તે જેમાં જીવ — આત્મા — રૂહ પ્રધાન છે — મુખ્ય છે — તેવા માણસને કેમ લાગુ પડી શકે?

અર્થ શાસ્ત્ર એ શાસ્ત્ર નથી. તે નકામું છે એમ, જ્યારે હડતાલો પડે છે ત્યારે, આપણે દેખીતી રીતે જોઈ શકીએ છીએ. તેવે સમયે ધણીઓ એક વિચાર કરે છે, નોકરો બીજો કરે છે, લ્વદેવના ધારા એકેકે આપણે લાગુ કરી શક્તા નથી. માણસો માથાફોડ કરી બતાવવા માગે છે કે નોકર-શેઠના સ્વાથ એક અ દિશામાં હોય છે. તેમાંનું કંઈ તેઓ સમજતા નથી. હકીકત એમ છે કે એકકબીજાનો દુન્વયી — પૈસાનો — સ્વાર્થ એક જ ન હોય છતાં એકબીજાએ કંઈ સામાવાળિયા રહેવાની કે થ્વાની જરૂર નથી. એક ઘરમઆં ભૂખમરો હોય. ઘર્મા મા અને તેનાં છોકરાં હોય. બન્નેને ભૂખ લાગી છે. આમાં બન્નેનો — મા છોકરાંનો — ખાવામાં સામસામો સ્વાર્થ છે. મા ખાય તો છોકરાં ભૂખે મરે ને છોકરાં ખાય તો મા ભૂખે રવડે. છતાં મા અને છોકરાં વચ્ચે અંતર નથી. મા વધાએ જોરાવર હોવાથી પોતે રોટીનો ટુકડો ખાઈ જતી નથી. તેજ પ્રમણે માણસો વચ્ચીના સંબંધમાં સમજવું ઘટે છે.

કદાપિ એમ ધારીએ કે માણ્સોને પશુઓમાં કંઈ તફાવત નથી, આપણે પશુઓની માફક એકબીજાના સ્વાર્થને સારુ લડવું જ જોઈએ. તો પણ આપને નિયમ બાંધીને કહી શકતા નથી કે શેઠ નોકર વચ્ચે હંમેશા અંતર રહે કે ન રહે. સ્થિતિ પ્રમાણે તે ભાવમાં ફેરફાર થયા કરે છે. જેમ કે કામ સારું થવું જોઈએ અને કિંમત પૂરી મળવી જોઈએ, એ તો બન્નેનો સ્વાર્થ છે. પણ નફાનો ભાગ તપાસતાં એકને લાભ હોય ને બીજાને ગેરલાભ થાયા એમાં બની શકે છે. નોકરો માંદા અને નમાલા રહે એટલો ઓછો દરમાયો આપવામાં શેઠનો સ્વાર્થ નથી સચવાતો, અને જો કારખાનું બારોબાર ના ચાલી શકે તોપણ ભારે પગારા માગવો તેમાં નોકરનો સ્વાર્થા નથી સચવાતો. જો શેઠના સંચાનું પૈડું દુરસતા કરવાના પૈસા શેઠની પાસે ન હોય તો નોકરે પીરો પગાર કે બિલકુલ પગાર માગવો એ દેખીતું ખરાબ ગણાય.

એટલે આપણે જોઈ છીએ કે, આપલેના ધોરણ ઉપરથી આપણે કંઈ શાસ્ત્ર ઘટાવી શકીએ એ બનવા જોગ નથી. ઇશ્વરી નિયામાં જ એવો છે કે પૈસાની વધઘટના ધોરણ ઉપર માણસોનો વહેવાર ના ચાલવો જોઈએ. તે વહેવારનો આધાર ન્યાયના ધોરણ ઉપર છે, એટલે માણસે સમયા વર્તીને નીતિએ અનીતિ એ પોતાનું કામ કઢાવવાનો વિચાર તદ્દન છોડવો જ જોઈએ. અમૂકા રીતે વર્તવાથી છેવટે શું થશે એ કોઈ માણસ હમેશાં ભાખી શકતો નથી. પણ અમુક કામ ન્યાયી છે કે અન્યાયી એટલું તો આપણે ઘણે ભાગે હમેંશા જાણી શકીએ છીએ. વળી આપણે એટલું પણ કહી શકીએ છીએ કે નીતિમાર્ગમાં ચાલવાથી પરિણામ સારું જ આવવું જોઈએ. તે પરિણામાં શું આવશે અથવા કેવી રીતે આવશે તે આપણે કહી શકતા નથી.

નીતિન્યાયના નિયમમાં અરસપરસની લાગાણીનો સમાસ થઈ જાય છે., અને તે લાગાણી ઉપર શેઠ નોકરના સંબંધનો આધાર રહે છે. આપણે ધારી લઈએ કલે શેઠ પોતાના નોકર પાસેથી બને તેટલું વધારે કામ લેવા ઇચ્છે છે, નોકરને ઘડીને ફુરસદ નથી આપતો, તેઓને ઓછો પગાર આપે છે, તેઓને ભંડારિયા જેવા ઘરમાં રાખે છે: ટૂંકમાં, નોકર માત્ર દેહ ને જીવ ભેળામ રાખી શકે એટલું જ તેને આપે છે. આમાં કરવામાં કોઈ કહેશે કે શેઠ કંઈ અન્યાયા કરતો નથી. નોકરે અમૂકા પગારે પોતાનો આખો વખત શેઠને આપ્યો છે ને શેઠ તે લે છે. કામ અકેવું આકરું લેવું તેની હદ બીજાઓને જોઈને શેઠ બાંધે છે. જો નોકરને વધારે સારો પગાર મળે તો બીજી નોકરી લેવાની છૂટ છે. આને આપલેના ધારા ઘડનારા અર્થશાસ્ત્ર કહે છે, અને તેઓ જણાવે છે કે આમ આમ જેટલું બ્નને તેટલું કામ ઓછામાં ઓછા પૈસાથી કરાવતાં શેઠને લાભ મળે છે, છેવટે આકઝી કોમને લાભ મળે છે ને તેથી છેવટમાં નોકરોને પણ લાભ મળે છે.

પણ વિચાર કરતાં આપણે જોઈશું કે આ વાતા બરોબર નથી. જો નોકરા એકા યંત્ર કે સંચો હોત અને તેને ચલાવવામાં માત્ર અમુક જાતના કોરનું જ કામ હોત તો એ હિસાબ લાગુ પડત. ફણા અહીં તો નોકરને ચલાવનારું જોર તેનો આત્મા છે. અને આત્માનું બાળા તે અર્થશાસ્ત્રીઓના બધા નિયમોને ઊંધા વાળે છે ને તેને ખોટા પાડે છે. માણસરૂપી યંત્રમાં પૈસારૂપી કોલસા ભરવાથી વધારેમાં વધારે કામ નહીં લઈ શકાય. તેનું સરસ કામ જ્યારે તેની લાગણી ઉશ્કેરવામાં આવશે ત્યારે જ થશે. શેઠ નોકરાણી વચ્ચે ગાંઠ પૈસાની નહિ પણ પ્રીતિની હોવી જોઈએ.

સાધારણ રીતે એમાં બને છે કે, જ્યારે શેઠ હોશિયાર અને ઉત્સાહી હોય છે ત્યારે દબાણથી નોકર ઘણે ભાગેપોતાનું કામ કરે છે. વળી એમાં પણ બને છે કે, જ્યારે શેઠ આળસુ અને નબળો હોય છે ત્યારે નોકરનું કામ જોઈએ તેટલું નથી થતું. પણ ખરેખરો નિયમ તો એ છે કે, હોશિયારીમાં એકસરખા બે શેઠ લઈશું તો લાગણીવાળા શેઠનો નોકરલાગણી વિનાના શેઠ ના નોકર કરતાં વધારે ને સરસ કામ કરશે.

કોઈ કહેશે કે એ નિયામાં બારોબર નથી; કેમકે માયા અને મહેરબાનીનો બદલો ઘણી વેળા ઊલટો જ મળે છે ને નોકર માથે ચડે છે. ફણા એવી દલીલ વાજબી નથી. જે નોકરા માયાના બદલામાં બેદરકારી બતાવે છે તે નોકર, જ્યારે તેની ઉપર સખતી વાપરવામાં આવશે ત્યારે, ખારીલો બનશે. ઉદારા દિલના શેઠ તરફ જે નોકર અપ્રમાણિક થશે તે નોકર અન્યાયી શેઠને નુકસાન પહોંચાડશે.

એટલે દરેક વખતે ને દરેક માણસ તરફ પરોપકારી નજર રાખવાથી સારું જ પરિણામ આવે છે. અહીં આપણે લાગણીનો એકા જાતનો વિચાર કરીએ છીએ. માયા એ સરસ છે તેથી હમેશાં વાપરવી એ એકા જુદી વાત છે. તેનો આપણે અહીં વિચાર નથી કરતા. આપણે તો અહીં એટલું જ બતાવીએ છીએ કે અર્થશાસ્ત્રના સાધારણ નિયમો આપણે જોઈ ગયા તે બધાને માયા-લાગાણી રૂપી જોર બરબાદ કરે છે. એટલું જ નહિ, પણ લાગણી એકા જુદા જ પ્રકારનું જોર હોવાથી અર્થશાસ્ત્રના બીજા નિયમો સાથે નથી નભતું, પણ તે નિયમોને એક કોરે મૂકીને જ નભી શકે છે. જો શેઠા તાજવાશાહી હિસાબ કરે ને બદલો મળવાના ઇરાદાથી જ માયા બતાવે તો તેને નિરાશ થવાનો સંભવ છે. માયા તે માયાને ખાતરજા બતાવાય, અને બદલો વગર માગ્યે પોતાની મેળે જ આવે છે. કહેવાય છે કે, આપ મેળવતાં આપે જ મરવું જોઈએ ને આપણે રાકહતાં આપ જાય છે.

પલટણ અને તેના સરદારનો દાખલો લઈએ. જો કોઈ સરદાર અર્થશાસ્ત્રના નિયમનો લાગુ પાડીને પોતાની પલટણના સિપાઈ પાસેથી કામ લેવા માગશે તો ધારેલું કામ તે નહિ કરી શકે ઘણા દાખલાઓમાં જોઈએ છીએ કે જે પલટણનો સરદાર પોતાના સિપાઈના સંબંધમાં આવે છે, તેઓની સાથે માયાથી વર્તે છે, તેમના ભલાથી રીઝે છે, તેઓનાં દુઃખમાં ભાગ લે છે, તેઓની જાતની રખેવાળી કરે છે, ટૂંકમાં તેઓની તરફ લાગણી ધરાવે છે તે સરદાર સિપાઈઓની પાસેથી ગમે તેવું કામા હશે તે લઈ શકશે. આઇતિહાસિકા દાખલ;આ લેતાં આપણે જોઈએ છીએ કે જેમાં સિપાઈઓ સરદારને ચાહતા નથી ત્યાં ભાગ્યે જ લડાઈ જિતાયેલી જોવામાં આવે છે. આમાં સરદારા અને સિપાઈની વચ્ચે લાગણીનું જોર એ ખરું જોર છે. તેમાં જ લૂંટારાઓની ટોળીમાં પણ સરદારની તરફ લૂંટારુની ટોળીપૂરી લાગાની ધરાવે છે. તેમ છતાં મિલો વગેરે કારખાનાં શેઠ કાકર વચ્ચે આવો ઘાતો સંબંધા આપણે જોતા નથી. તેનું એકા કારણ તો એ છે કે આવાં કારખાનાઓમાં નોકરોના પગારનો આધાર લેવાદેવાના ધારાઓ ઉપર રહે છે. એટલે શેઠ ચાકરની વચ્ચે માયા વર્તવાને બદલે અમાયા વર્તે છે અને લાગણીને બદલે તેઓનો સંબંધ વિરોધ — સમિવાડિયા જેવો જોવામાં આવે છે. ત્યારે આપણે બે સવાલોનો વિચાર કરવો રહ્યો.

એક તો એ કે લેવાદેવાનો હિસાબ કર્યા વિના નોકરનો પગાર કેટલે દરજ્જે ઠરાવી શકાય.

બીજો એ કે, જેમ જૂનાં કુટુંબોમામ નોકરો હોય છે અને શેઠ નોકર વચ્ચે સંબંધ રહે છે અથવા તો પલટણમાં સરદાર સિપાઈઓ વચ્ચે સંબંધા રહે છે, તેમાં જ કારખાનાંમાં નોકરોની આમુક સંખ્યા, ગમે તેવો વખત આવે છતાં, વધઘટ કર્યા વિના કેવી રીતે રાખી શકાય.

પહેલા સવાલનો વિચાર કરીએ. એ અજાયબીની વાત છે કે અર્થશાસ્ત્રીઓ કારખાનાંના કામદારોના પગારની હદ રાખી શકાય એવું કરતા જ નથી. છતાં આપણે જોઈએ કે ઇંગ્લડનાં વડા પ્રધાનના પદનું લીલામાં કરીને વેચાણ કરતા નથી. પણ આગેમ તેવો માણસા હોય છતાં તેને એક જ પગાર અપાય છે. તેમાં જ જે ઓછામાં ઓછો પગાર લે એવા માણસને પાદરી બનાવતા નથી. વાઇડા વકીલોની સાથે પણ સાધારણ રીતે એવો સંબંધ રાખતા નથી. એટલે આપણે જોઈએ છીએ કે ઉપર મુજબના દાખલામાં આપણે અમુક હદ પ્રમાણે જ પગાર આપી છીએ. ત્યારે કોઈ કહેશે, શું સારા અને ખરાબા મજૂરોને એક જ પગાર હોય ? હકીકતમાં તો એમ જ જોઈએ. પરિણામ એ આવશે કે, જેમ આપણે વૈદની પાસે કાઈશું તેમ આજા એકા જ દર મજૂરોનો હોવાથી સારા કડિયા સુતાર પાસે જ જઈશું. સારા કામદારનું ઇનામ એ જ કે તેને પસંદ કરવામાં આવશે. એટલે કુદરટી અને ખરો નિયમ એ જ થયો કે બધા વર્ગોમાં તે તે વર્ગોના કામના આધારે પગારની હદ બાંધવી જોઈએ. જ્યાં આવડતા વગરનો માણસ ઓછો દરમાયો લઈને શેથોને ભુલાવામાં નાખી શકે છે ત્યાં અંતે પરિણામ બૂરું જ આવે છે.

હવે બીજા સવાલનો વિચાર કરીએ. તે એ કે વેપારની ગમે તે સ્થિતિ હોય છતાં કારખાનાંમાં જેટલા કામદારોને અસલ રાખ્યા હોય તેટલા ને રાખવા જ જોઈએ. જ્યારે અનોશ્ચિત રીતે કામદારોને કામ મળે છે ત્યારે તેઓને વધારે પગાર માગવો જ પડે છે. પણ જો કોઈ પ્રકારે તેઓને ખાતરી થાય કે પોતાની નોપ્કરી જીવત જાગૃત ચાલશે તો તેઓ બહુ ઓછા પગારથી કામ કરશે. એટલે દેખીતું છે કે જે શેઠ પોતાના નોપ્કરોને કાયમને સારુ રાખે છે તેને છેવટે ફાયદો જ થાય છે, અને જે નોકરો કાયમની નોકરી કરે છે તેને પણ ફાયદો થાય છે. આવા કારખાનાંમાં મોટા નફા થઈ નથી શકતા, મોટા જોખમ ખેડી શકાતાં નથી, મોટા હેડ બાંધી શકાતાં નથી. સિપાઈ સરદારને સારુ મરવા તૈયાર થાય છે અને તેથી જ સિપાઈનો ધંધો સાધારણ મજૂરના ધંધા કરતાં વધારે માનલાયક ગણાયો છે. ઝરું જોતાં સિપાઈનો ધંધો કતલ કરવાનો નથી, પણ બીજાનો બચાવ કરતા પોતે કતલ થવાનો છે. જે સિપાઈ થયો તે પોતાનો જાન પોતાના રાજ્યને સોંપી દે છે. તે જ પ્રમાણે વકીલ વૈદ અને પાદરીનું આપણે સમજીએ છીએ. તેથી જ તેઓ તરફ માનની નજરે જોઈએ છીએ. વકીલે પોતાની જિંદગી જતં સુધી પણ ન્યાય કરવો ઘટે છે. વૈદે અનેક સંકટો સહન કરીને પણ પોતાના દાદીની સારવાર કરવી ઘટે છે અને પાદરીએ ગમે તેમ થાય તોપણ પોતાની જમાતને બોધ આપવાનું અને તેઓને ખરો રસ્તો બતાવવાનું કામ કરવું ઘટે છે.

આમ ઉપરના ધંધાઓમાં બને છે તો વેપારવાજમાં કેમ ન થાય? વેપારની સાથે હમેશાં અનીતિ ધારી લીધી છે. તેનું શું કારાણ હશે? વિચાર કરતાં એમ જોવામાં આવે છે કે વેપારીને હમેશાં સ્વાર્થી જમાની લીધેલ છે. વેપારીનું કામ પણ પ્રજાને જરૂરનું હોય તે છતાં એવું આપણે માની લઈએ છીએ કે તેનો હેતુ તો માત્ર પોતાની કોઠી ભરવાનો જ છે. કાયદાઓ પણ વેપારી કેમ ઝપાટાથી પૈસા એકઠા કરે એવા જ કરવામાં આવે છે. ધોરણો પણ એવાં જ બાંધ્યાં છે કે, લેબાર ધણીએ ઓછામાં ઓછું દામ આપવું. આમ વેપારીને ટેવ પાડી છે અને પછી લૂ પિતે જ વેપારીને તેના અપ્રમાણિકપણામને સારુ હલકો ગણે છે. આ ધોરણ ફરવાની જરૂર છે. વેપારીએ સ્વાર્થ જ સાધવો, પૈસા જ એકઠા કરવા એવોનિયમ નથી. એવા વેપારને આપણે વેપાર નહિ કહીએ, પણ ચોરી કહીશું. જેમ સિપાઈ રાજ્યને સારુ મરે છે તેમ વેપારીએ પ્રજાને સુખને અર્થે પૈસો ગુમાવવો ઘટે અને જાન પણ ખોવો ઘટે. બધાં રાજ્યમાં :

સિપાઈનો ધંધોઇ પ્રજાનું રક્ષણ કરવાનો છે;

પાદરીનો તેને કેળવણી આપવાનો છે;

વૈદનો તેને તંદુરસ્તીમાં રાખવાનો છે;

વકીલનો અદલ ઇન્સાફ પ્રજામાં ફેલાવવાનો છે;

અને વેપારીનો પ્રજાને સારુ જોઈતો માલ પૂરો પાડવાનો છે. આ બધા માણસોની ફરજ ઘટતે વખતે પોતાનો જાન આપવાની પણ છે. એટલે કે ઘટતે વખતે મરવા તૈયાર નથી તે જીવવું પન શું એ જાણતો નથી. આપણે જોઈ ગયા કે વેપારી ધંધો પ્રજાને જોઈતો માલ પૂરો પાડવાનો છે. જેમ પાદરીનો ધંધો પગાર મેળવવાનો નથી પણ શિક્ષણ આપવાનો છે , તેમ વેપારીનો ધંધો નફો મેળવવાનો નથી પણ માલ પૂરો પાડવાનો છે. શીખવનાર પાદરીને રોટી મલી રહે છે તેમ વેપારીને નફો મળી રહે છે. પણ બેમાંથી એકેનો ધંધો પગાર અથવા નફા ઉપર નજર રાખવાનો નથી. બન્ની પગાર કે નફો મળે યા ન મળે તોપણ પોતાનો ધંધો — પોતની ફરજ — બનાવવાનો છે. આ વિચાર ખરો હોય તો વેપારી ઉત્તમ માનને લાયક છે, કેમકે તેનું કામ માલ સરસ પેદા કરવાનું અને પ્રજાને પોસાઈ શકે તેવી રીતે પૂરો પાડવાનું રહ્યું તેમ કરતાં તેન હાથ નીચે સેંકડો કે હજારો માણસો હોય છે તેઓનું રક્ષણ કરવું, તેઓની સારવાર કરવી એ પણ તેનું કામ રહ્યું. આ કરવામાં બહુ ધીરજ , બહુ મયા અને બહુ ચતુરાઈ જોઈએ. અને જુદાં જુદાં કામ કરતાં તેણે પણ બીજાઓની જેમ મરવું ઘટે તો તે પણ પોતાનો જાન આપે. આવો વેપારીપોતાની ઉપર ગમે તે સંકટ પડે, પોતે ભિખારી થઈ જાય , તે છતાં માલ ખરાબ નહિ વેચે અને છેતરશે નહિ. વળી પોતાના હાથા તળેના માણસોની ઉપર અત્યંત માયાથી વર્તશે. ઘણી વેળા મોટાં કારખાનાંમાં કે વેપારમાં જુવાનિયાઓ નોકરી લે છે. તેઓ કેટલીક વેળા પોતાના ઘરબારથી દૂર જાય છે. એટલે યાતો શેઠે માબાપ બનવું પડે છે અથવા તો જો શેઠ બેદરકાર રહે તો જુવાનિયો વાગરા માબાપનો થઈ પડે છે. એટલે પગલે પગલે વેપારીએ કે શેઠે પોતાના મનમાં એકા જ સવાલા કરવો ઘટે છે. તે એ છે કે : ‘ જેમ હું મારા દીકરાઓને રાખું છું તેમાં જ મારા નોકરોની તરફા વર્તુ છું કે નહિ?’

એક વહાણના કપ્તાનની તળે ખલાસીઓ હોય તેમાં તેનો દીકરો પણ દાખલ હોય. કપ્તાનની ફરજ બધા ખલાસીને દીકરાની માફક ગણવાની છે. તેમજા વેપારીની નીછે ઘણાં નોકરોમાં પોતાનો દીકરો પણ હોય, તો તે ધંધામાં જેમ તે દીકરાની સાથે વર્તે તેમાં જ તેણે બીજા નોકરોની સાથે વર્તવું પડશે. આનું નામ જ ખરું અર્થશાસ્ત્ર કહેવાય. અને જેમ વહાણના કપ્તાનની ફરજ વહાણ જોખમમાં આવી પડે ત્યારે પોતે સૌથી છેલ્લું તે છોડવાની છે, તેમાં જ દુકાળ વગેરે બીજાં સંકટોમાં વેપારીની ફરજ પોતાનાં માણસોનો બચાવા પોતાની પહેલાં કરવાની છે. આવા વિચારો કોઈને આશ્ચર્યકારક લાગશે, પણ તેમ લાગે એ જ આ જમાનાની નવાઈ છે; કેમકે વિચાર કરતાં સૌ જોઈ શકશે કે ખરું ધોરણ તો આપણે હમણાં કહી ગયા તે જ છે. જે પ્રજા ઊંચે ચડવાની છે તે પ્રજામાં બીજી જાતનું ધોરણ હરગિજ ચાલી નહિ શકે. અંગ્રેજ પ્રજા આજ સુધી નભી રહી છે તેનું કારણ એ નહિ કે તેણે અર્થશાસ્ત્રના નિયમ જાળવેલ છે; પણ તે નિયમોનો ઘણા વિરલાઓએ ભંગા કર્યો છે અને ઉપર બતાવેલા નીતિના નિયમ તેઓએ જાળવેલા છે, તેથી જ પ્રજા આજ સુધી નાભી રહી છે. એવા નીતિના નિયમોનો ભંગ કરવાથી કેવું નુકશાન થાય છે અને કેમ પ્રજાએ પાછું હઠવું પડે છે, એ વિચાર હવે પછી કરીશું.

આપણે સાચના મૂળા વિષે અગાઉ કહી ગયા તેનો જવાબ અર્થશાસ્ત્રીઓ કોઈ વખત નીછે પ્રમાણે આપશે : ‘અરસપરસની લાગણીથી કેટલોક ફાયદો થાય્ એ બરોબર્ છે, પણ એવી જાતના ફાયદાનો હિસાબ અર્થશાસ્ત્રીઓ કરતા નથી. તેઓ જે શાસ્ત્રનો વિચાર કરે છે તેમાં તો કઈ રીતે પૈસાદાર થવું એનો જ વિચાર મળે છે તે શાસ્ત્ર ખોટુમ્ નથી એટાલું જ નહિ, પણ અનુભવે તે અસરકારક છે એમ જોઈ શાય છે. જેઓ તે શાસ્સ્ત પ્રમાણે ચાલે છે તેઓ ચોક્કસ દોલતવાન થાય છે, અને જેઓ તે પ્રમાણે ચાલતા નથી તે ગરીબ થાય છે. યુરોપના બધા ધનાઢ્ય માણ્સોએ આ શાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલીને પૈસો એકઠો કર્યો છે. આની સામે દલીલો લગાવી તે નકામું છે. દરેક માણસને ખબર્ છે કે પૈસો કેમ મળે છે ને કેમ જાય છે.'

આ બરોબર નથી. વેપારી વર્ગ પૈસા કમાય છે પણ તે બરોબર કમાયા કે નહિ અને તેમાં કોમનું ભલું થયું કે નહિ તે તેઓ નથી જાણી શકતા. 'પૈસાદાર્' એ શબ્દનો અર્થ પણ તેઓ ઘણી વેળા નથી સમજતા. જ્યાં તવંગર હોય ત્યામ્ ગરીબ હોય એ વાતનુમ્ તેઓને ભાન હોતું નથી. ઘણી વેળા માણસો ભૂલથી એમ માને છે કે અમુક ધોરણે ચાલીને બધા માણસો તવંગર થઇ શકે. ખરું જોતા તે કૂવાન ચક્કરની જેમ છે. એક ખાલી થાય કે બીજું ભરાય છે. તમારી પાસે એક રૂપિયો હોય તેની સત્તા, બીજા જેની પાસે તેટલું નહિ હોય તેની ઉપર છે. જો સામેના માણસને તે રૂપિયાની ગરજ નહિ હોય તો તમરી પાસેનો રૂપિયો નકામી છે. મારા રૂપિયાની સત્તા તે મારા પાડોશીની તંગી ઉપર છે. જ્યાં તંગી ત્યાં જ તવંગરી નભી શકે એટલે અર્થ એવો થયો કે એક માણસ તવંગર થવું તો સામેનાને તંગીમાં રાખવો.

સાર્વજનિક અર્થશાસ્ત્રનો માયનો એ છે કે ખરે વખતે ને ખરી જગ્યાએ જરૂરી ને આનંદદાયક વસ્તુઓ પેદ કરવી, તેને સાચવવી ને તેની આપલે કરવી. જે ખેડૂત વખતસર પાક ઉતારે છે, જે ચુનારો ચણતર બરોબર કરે છે, જે સુતાર લક્કડકામ બરોબર કરે છે, જે ઓરત પોતાનું રસોડું બરોબર રાખે છે, તે બધાંને ખરાં અર્થશાસ્ત્રી જાણવાં. તે બધી પ્રજા દોલતમાં વધારો કરનારાં છે. એથી ઊલટું શાસ્ત્ર તે સાર્વજનિક ન કહેવાય. તેમાં તો એક માણસ માત્ર ધાતુ એકઠી અક્રે છે ને બીજાને તેની તંગાશમાં રાખી તે ધાતુનો ઉપયોગ કરે છે. આવો ઉપયોગ કરનારા પોતાનાં ખેતરો તથા ઢોર-ઢાંખરના કેટલા રૂપિયા આવશે એમ વિચારી તેટલા પૈસાદાર પોતાને માને છે. તેઓ પોતાના રૂપિયાની કિંમત ખેતર અને ઢોર મળી શકે તેટલી છે તેમ વિચારતા નથી. વળી તે માણસો ધાતુનો - રૂપિયાનો સંગ્રહ કરે છે. તેઓ કેટલા મજૂરો મેળવી શક્શે એવો વિચાર કરે છે. હવે આપણે ધારી લઈએ કે અમુક માણસ પાસે સોનું, રૂપું, દાણો વગેરે છે. તેવા માણસને નોકરોની ગરજ પડશે. પણ જો તેના પાડોશીમાં કોઈને સોનારૂપાની કે દાણાની જરૂર નહિ હોય તો તેને નોકર મળવો મુશ્કેલ પડશે. એટલે પેલા પૈસાદાર માણસે પોતે પોતાની રોટી પકાવવી પડશે, પોતે પોઅતાંઅના કપડાં સીવવા પડશે, પોતે પોતાનું ખેતર ખેડવું પડશે, તે માણસને તેના સોનાની કિંમત તેની જમીનમાંની પીળી કાંકરી જેટલી પડશે, તેનો દાણો સડશે. કેમકે તે કંઈ તેના પાડોશી કરતાં વધારે ખાનારો નથી. એટલે તે માણસે બીજાની માફક સખત મજૂરી કરીને જ પોતાનો ગુજારો કરવો પડશે. આવી સ્થિતિમાં ઘણા માણસો સોનુંરૂપું એકઠું કરવા નહિ અમગે. ઊંદો વિચાર અક્રીશું તો આપણે જોઈશું કે પૈસા મેળવવા તેનો અર્થ એ છે કે બીજા માણસોની ઉપર સત્તા મેળવવી - આપણા સુખને સારુ ચાકરની, અને આવી સત્તા સામેના માણસોની ગરીબાઈના પ્રમણમાં જ આપણને મળી શકશે. એક સુતારને જો તેને રાખનાર એક જ માણસ હશે તો તે સુતાર જે મળશે તે રોજ લેશે. જો તેને રાખનાર બે ચાર માણસ હશે તો જે વધારે રોજ આપશે તેને ત્યાં સુતાર જશે. એટલે પરિણામ એવું આવશે કે પૈસાદાર થવું એનો અર્થ એ થયો કે બને તેટલાં માણસોને આપણા કરતાં વધારે તંગીમાં રાખવાં. અર્થશાસ્ત્રીઓ ઘણી વેલા માની લે છે કે આ પ્રમાણે રૈયતને તંગીમાં રાખવાથી પ્રજાને લાભ થાય છે. બધ માણસો સરખા થાય એમ તો અબન્તું અન્થી. પણ ગેરવાજબી રીતે માણસોમાં તંગી પેદા કરવાથી પ્રજા દુઃખી થાય છે, કુદરતી રીતે તંગી અને ભરાવો રહેવાથી પ્રજા સુખી થાય છે ને સુખી રહે છે.