સાંભળ સૈયર...
મીઠો




સાંભળ સૈયર...

મીઠો

સાંભળ સહિયર વાતડી નૌતમ આસો માસ;
શરદપૂનમની રાતડી ચંડ્રચડ્યો આકાશ.

એવામાં હરી હરિ આવિયા વૃંદાવનને ચોક,
મોરલીમાં વેદ વજાડિયા તે સુણિયા ત્રિલોક.

અષ્ટકુળ પરવત ડિલિયા ડોલિયા નવ કુળ નાગ,
મોર બપૈયા બોલિયા, સાંભળતા તે રાગ.

જાતાં ને વળતાં થંભિયાં નદીઓ કેરાં નીર;
વચ્છને બાળ વલંભિયાં પીતાં પીતાં ખીર.

ખગ મૃગ શ્રવણ કરી રહ્યાં તરણ ન વંદે ગાય;
ઠારોઠાર ઠરી રહ્યાં મુખ ચારો મુખ મ્હાંય.

પવન રહ્યો મૂરઝાઈને, મુનિવર મુક્યાં ધ્યાન,
વળી રહ્યાં વિલંભાઈ વહેતાં ગગન વિમાન.

વા નવલે વન વેલડી, પ્રગટા થયાં ફળફૂલ;
વીંધાઈ નીકલી વણ બેલાડી, અબળા સૌ કૂળ શૂળ.

મોહી મોરલીના તાનમાં વ્યાકુળ થઈ વ્રજનાર,
એકએક નિશાનમાં હીંડે હારોહાર.

નાકે ઓગણિયા આણિયા, નેપુર પહેર્યાં હાથ;
મોર શ્રવણમાં સમાણિયા, કાંકણીઓ પગ સાથ.

સેંથે કાજળ સારિયાં, નયને સારિયાં સિંદૂર;
સગાં કુટુંબ વિસારિયાં, સાગરસરિતા પૂર.

અવળાં આભરણ પહેરિયાં, અવળાં ઓઢ્યાં ચીર
અવળાં ઓઢ્યાં લહેરિયાં, ભૂલી સૂધ શરીર.