સામા ઓરડીયામાં પીતળિયું ગાડું
સામા ઓરડીયામાં પીતળિયું ગાડું અજ્ઞાત |
સામા ઓરડીયામાં પીતળિયું ગાડું
સામા ઓરડીયામાં પીતળિયું ગાડું,
કરનભાઈ પરણે ત્યારે કુટુંબડુ જાજુ.
રાજ કોયલ બોલેo
સામા ઓરડીયામાં અધમણ મીઠું,
કરનભાઈ પરણે ત્યારે ઘડીયે ન દીઠું.
રાજ કોયલ બોલેo
સામા ઓરડીયામાં અધમણ ખાજાં,
કરનભાઈ પરણે ત્યારે વગડાવો વાજા.
રાજ કોયલ બોલેo