સાસરે જતી સીતા
નર્મદ



સાસરે જતી સીતા

(ઘોળ)

પરણી સીતા સધાવતાં સાસરે;
આવ્યાં જનકરાજાતણી પાસ, રાખી મન આશ, લેવાશિણ વેણ રે; ૧
તારે જોતાં સીતા મૂખ ચણ્દ્રને;
પ્રેમે બાપથી ગગલી જવાય, મૂખે ન બોલાય, મંગળ કરો બ્હેન રે. ૨
કરવા સ્વામીની સેવા ઉમંગથી;
કોઇ વાતે ન દુઃખવો મંન, રાખી રોહ પ્રસન્ન. મંગળ૦ ૩
કોદી જગના જંજાળને કારણે;
કોપે ઘરમાં આવી ભલા રામ, પીજો ક્ષમાજામ. મંગળ૦ ૪
સાસૂ સસરાંના માન તો રાખજો;
જાની માતપિતાસમ તેહ, કરો ઝટ જે કેહ. મંગળ૦ ૫
વૃદ્ધાવસ્થામાં ચાકરી તેમની;
કરી રાખો રાજી બહુ નીત, ભલૂં છે ખચીત. મંગળ૦ ૬
જેઠ જેઠાણી દીયર દેરાનીને ;
વળી નળંદ ભાંડૂસમ જાણો, પછી પ્રેમ તાણો. મંગળ૦ ૭
ગહ્રના દાસ દાસી જન સર્વને;
રાજી રાખતાં કરાવજો કામ, શોભી રહેશે ધામ. મંગળ૦ ૮
આવે પરવર જો ઘરકામથી;
કરજો રામને થાતી સહાય, દંપત સહુ સોહાય. મંગળ૦ ૯
નિજ અભ્યાસ જારી જ રાખજો;
અછે સ્વચ્છ સૂખોનું નિધન, બિજૂં ન સમાન. મંગળ૦ ૧૦
ઘણાં દુઃખો આવી પડે જો કદી;
દીલ ડાબી રાખો રૂડીધીર, મટી જશે ભીડ. મંગળ૦ ૧૧
તમે કહેશો શેની બ્હીક સાચને;
પણ સાચને શરૂ ઘણાક, તમે વળી રાંક. મંગળ૦ ૧૨
કરજો લાજ વધે બંને કૂળની;
અભિમાન ધરો નહિં ઊર, છે નમ્રતા નૂર. મંગળ૦ ૧૩
સ્વામી કેહે તારે અહિંયા અહિંયા પધારજો;
બાકી રહેજો સદા સ્વામી સંગ, એમાં શુભ રંગ. મંગળ૦ ૧૪
દેજો પત્રથી દરશન બાપને;
રડતાં રોહ બ્હેન હવે નહિં ઢીલ, ભરાયું મુજ દીલ. મંગળ૦ ૧૫