સુખકારી ઘનશ્યામ દેખી
સુખકારી ઘનશ્યામ દેખી દેવાનંદ સ્વામી |
સુખકારી ઘનશ્યામ દેખી
સુખકારી ઘનશ્યામ દેખી દિલ લોભાણું રે.... ટેક
રૂપ અતિ રળિયામણું, ચંચલતા ભારી રે,
જમવા ટાણે જોઈને, છબી ઉરમાં ધારી રે... સુખ ૧
હાસ કરી કરી હેતમાં, મુજને બોલાવી રે,
અંતરમાં અલબેલની, વસી મૂર્તિ રે... સુખ ૨
લીલા અલૌકિક લાલની, નૌતમ નિહાળી રે,
પીરસે લાડુંપંગર્યમાં, ભાવેથી ભાળી રે... સુખ ૩
વારે વારે વ્રજરાજને, જોવાને જાયે રે,
દેવાનંદના નાથને સેવી, સુખીયા થાય રે... સુખ ૪