સુખકારી ઘનશ્યામ મારા મંદિરમાં પધરાવું
સુખકારી ઘનશ્યામ મારા મંદિરમાં પધરાવું દેવાનંદ સ્વામી |
સુખકારી ઘનશ્યામ મારા મંદિરમાં પધરાવું
સુખકારી ઘનશ્યામ મારા, મંદિરમાં પધરાવું,
પલંગ ઢાળું પ્રેમથી, ગાદી રેશમની બિછાવું. સુખકારી꠶ ૧
સાવ સોનેરી મોળિયું માથે બહુમૂલી બંધાવું,
શીશ કલંગી વાંકડી છોગે, ગજમોતી ગૂંથાવું. સુખકારી꠶ ૨
ગૂંથી હરિ ગુલાબના ગજરા , પ્રીતમને પેરાવું,
વારે વારે લિયું વારણા, શિર નાથજીને નમાવું. સુખકારી꠶ ૩
કુંડલ બાજુ બેરખા કાજુ નવલ રંગ જડાવું,
દેવાનંદ કે’ દિલમેં છબી, ઠીક કરી ઠેરાવું. સુખકારી꠶ ૪