સુભાષિતો:ત
સુભાષિતો:ત [[સર્જક:|]] |
સુભાષિતો:ત
- તપે તાપે તોયે સુખડ નવ સૌરભ પરહરે,
મરે ભૂખે ભાવે મૃગપતિ કદી ના તૃણ ચરે. - ‘તું નાનો, હું મોટો’, એવો ખ્યાલ બધાનો ખોટો,
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો (પ્રેમશંકર ભટ્ટ) - તોફાન-વાવંટોળ વેઠી ભાગ્યનાં, હૈયું ધરીને મર્દનું આગે જજો,
શીખી જજો સહેવું છતાં હસવું સદા, છે જીવવાની જિંદગાની જીવજો. - ત્યજી દોષ, ગુણો લેતા, સૂપડા સમ સજ્જન,
દોષગ્રાહી, ગુણત્યાગી, ચાળણી-શો જ દુર્જન.