← સુભાષિતો:જ સુભાષિતો
સુભાષિતો:દ
-
સુભાષિતો:ન →



• દળ ફરે વાદળ ફરે, ફરે નદીનાં પૂર
પણ શૂરા બોલ્યા નવ ફરે પશ્વિમ ઊગે સૂર

• દયા-ધર્મ દિલડે વસે, બોલે અમૃત-વેણ,
તેને ઊંચો જાણીએ, જેનાં નીચાં નેણ (મલૂકદાસ)

• દિવસ ફરે તો દિલ વિશે અવળા સૂઝે ઉપાય,
કાપી વાદીનો કંડિયો, મૂષક સર્પમુખ જાય (દલપતરામ)

• દીઠે કરડે કુતરો પીઠે કરડે વાઘ
વિશ્વાસે કરડે વાણિયો દબાયો કરડે નાગ

• દીનતા વિણ પ્રવીણતા, લૂણ વિનાનું ભોજ,
સ્વપ્નવિહોણી જિંદગી, એ ત્રણ નિષ્ફળ બોજ.


• દેશ ને દીનને અર્થે ઓજસ્વી કર યૌવન,
ચિરંજીવી થશે બીજો બનીને વીર વિક્રમ (દેશળજી પરમાર)