સુભાષિતો:બ
← સુભાષિતો:પ | સુભાષિતો સુભાષિતો:બ - |
સુભાષિતો:મ → |
• બધી જ આશા, બધી જ ઈચ્છા, ફળી શકે ના કદી જીવનમાં,
બધી કળીઓ શું પૂર્ણ ખીલી સુમન થતી જોઈ છે ચમનમાં ?
• બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ
આપદ્કાળે જાણીએ તલમાં કેટલું તેલ
• બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં
• બાજરીના રોટલા ને મૂળાના ખાય જો પાન,
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન
• બાહુમાં બળ ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોઝારે ઝુકાવીએ,
આપણા વહાણનાં સઢ ને સુકાન તો આપણે જ હાથે સંભાળીએ.
• બે’રા આગળ ગાવણું, મૂંગા આગળ ઘાલ;
અંધા આગળ નાચવું, એ ત્રણે હાલહવાલ