સુરાપુરા
900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરપુરાધામ ( Surapura Dham Bholad ) ખાતે વીર તેજાજીદાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે.
જ્યારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો તેમના પિતા નું નામ વિક્રમજી શિવસંગજી અને માતા નું નામ ગંગાબા હતું. અને ક્ષત્રિય કુળ નાં ચૌહાણ પરિવાર ના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા. એ સમયે જ્યારે ચારણ ની દીકરી નું વેલડું લુટાતું હતું ત્યારે એ ચારણ ની દીકરીઓની આબરૂ બચાવવા તેવો વારે ચડ્યા હતા. અને સત્તર નરાધામોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજી ને પાછળથી ઘા કરવામાં આવ્યો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધિંગાણે ચડે ત્યારે કેહવાય છે, કે સાક્ષાત માં ભવાની એમનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરા નાં છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સૂરવિરની વાત છે.