સુહૃદના સંભારણા
કેશવ હ. શેઠ
(ઢાળ : રૂપલારાતલડીમાં ઉઘડે ઉરનાં બારણા , હો બ્હેન)



સુહૃદના સંભારણા


ઉડતી ઉતરે કુંકુમ વરણી ઉષા આંગને, રસરાજ !
તિમિર જગના હણે, રસરાજ !

ત્યારે સ્નેહીનાં સહજીવન મધુરાં સાંભરે, રસરાજ !
ઉષાને નોતરે, રસરાજ !

સાખી: નભમંડળથી નીતરે નિર્મળ તેજઉઘાડ ;
ઉઘડે પંકજ પાંદડી, ઉઘડે ઉરકમાડ :
  
ઉઘડે સૂરજ આંખ - અભેદ બ્રહ્મને બારણે, રસરાજ !
જગતહિત કારણે, રસરાજ !

ત્યારે વ્હાલાંનાં સહજીવન ઉજ્જ્વલ સાંભરે, રસરાજ !
સૂરજને નોતરે, રસરાજ !

સાખી: ધોમધખે, ધરતી ધિકે, તપવે તાપ બપોર;
સ્નેહસ્મરણની હૂંફમાં પોઢું કદિ તે પ્હોર :

ઉંડું ટ્હૌકે કોકિલ ઝૂલતાં તરૂવર પારણે, રસરાજ !
જઉં હું વારણે, રસરાજ !

ત્યારે સુહૃદનાં સહજીવન રસીલાં સાંભરે, રસરાજ !
કોકિલને વહે, રસરાજ !

સાખી: લીલી કુદરત લખલખે, ખેકે ફૂલ તરૂમાર;
મંદ મંદ સમીકરણ વહે, શીતળ નમતે પ્હોર;

સારસ કરતાં કેલિ ન્સરિતાપટા રલિયામણે, રસરાજ !
સમય સોહામણે, રસરાજ !

ત્યારે પ્રાણસખાંનાં સ્નેહજીવન મધુ સાંભરે, રસરાજ !
સારસ-નોતરે, રસરાજ !

સાખી: રંગે ચંચળ રંગથી સંધ્યા સૃષ્ટિઅંગ;
લીલા એ અવલોકતાં ચડે અચળ ચિત્તરંગ

સેવું સ્થળ એકાંત ગહનતા કળવા કારણે, રસરાજ !
મંત્ર ગૂઢ કો ભણે, રસરાજ !

ત્યારે રસનાયકનાં સ્નેહજીવન સૌ સાંભરે, રસરાજ !
નિગમને નોતરે, રસરાજ !