સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી
અજ્ઞાત સર્જક
લોકગીત



સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

કોના તે ઘરના ભરીશ પાણી રાજ રાજવણ
કહે તો ઉતારું તારું બેડલું હો જી
કહે તો ઓવારું મારું દલડું હો જી રે

જોઈને વિચારી મારગ રોકજે જુવાનડા
કાંઈ નથી તારે મારે નેડા રાજ રાજિયા
મેલી દે નીચો મારો છેડલો હો જી
છોડી દે નીચો મારો છેડલો હો જી રે

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

તારે બેડલિયે ગોરી મન મારા મોહ્યાં
હૈયાના હીર મારા ખોયા રે રાજ રાજવણ
કહે તો ઉતારું તારું બેડલું હો જી
કહે તો ઓવારું મારું દલડું હો જી રે

સોનલાનું બેડલું મારી રૂપાની ઈંઢોણી

મારે રે બેડલિયે રાજ રાજિયા રે મોહ્યાં
રાજપાટ એના એણે ખોયા રાજ રાજિયા

મેલી દે નીચો મારો છેડલો હો જી
છોડી દે હેઠો મારો છેડલો હો જી રે

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

રાજપાટ તો નથી રે'વા મારે કુબો
એનું કરીશું માન સુબો રાજ રાજિયા
મેલી દે નીચો મારો છેડલો હો જી
છોડી દે હેઠો મારો છેડલો હો જી રે

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી
સોનલાનું બેડલું મારી રૂપાની ઈંઢોણી