હરિજનના છો જીવન મોહન
પ્રેમાનંદ સ્વામી

પદ ૧૯૯૭ મું

હરિજનના છો જીવન મોહન, ભક્ત ચિંતામણિ વહાલા;
શી કહું શોભા સુંદરવરજી, અંગો અંગ તણી વહાલા.. ૧
જમણી કોરે કપોળમાં, નાસિકા પાસે વહાલા;
એક મોટો તિલ જોતાં સરવે, દુઃખ મારાં નાસે વહાલા.. ૨
એ તિલને પાસે એક નાનો, તિલ તેને જોઈએ વહાલા;
નેત્ર તણા ખૂણાથી હેઠો, તેમાં ચિત્ત પ્રોઈએ વહાલા.. ૩

બે નેત્રની પાંપણ ઉપર, ભૃકુટિને થડે વહાલા;
તેને હેઠે ઉપર ઝીણી, કરચલિયું પડે વહાલા.. ૪
નાસિકા ઉપર છે ઝીણાં, ચિહ્ન તે અભિરામ વહાલા;
ડાબા કાનમાં શ્યામ બિંદુ તે, છબી તણું ધામ વહાલા.. ૫
અમળ કમળ દળ સમ આંખડી, રૂડી રૂપાળી વહાલા;
કંદર્પની કમાન સરીખી, ભૃકુટિ મેં ભાળી વહાલા.. ૬
ચઢિયાતા વિશાળ ભાલમાં, રસાળી તે શોભે વહાલા;
તિલક આકારે ઊભી રેખા, એ જોઈ ચિત્ત લોભે વહાલા.. ૭
ભાલમાંહી મનોહર જોતાં, જમણી તે કોરે વહાલા;
કેશથી હેઠું એક અનુપમ, ચિહ્ન તે ચિત્ત ચોરે વહાલા.. ૮
કેસર કેરી આડ મનોહર, ભાલ વચ્ચે કીધી વહાલા;
કુમકુમને ચાંદલિયે મારી, બુદ્ધિ હરી લીધી વહાલા.. ૯
તાળવા ઉપર એક રૂપાળો, મોટો તિલ જોઈ વહાલા;
પ્રેમાનંદ કહે મારું મન ત્યાં, રહ્યું જોઈ મોહી વહાલા.. ૧૦

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો