હરિ વેણ
મૂળદાસ
ઢાળ : કુંળુ ત્હારૂં હૈયું સમ્ભાળ એક, નન્દિની!


મૂળદાસ.

પદ ૧ રાસ.

હરિ વેણ વાય છે રે હો! વંનમાં, તેનો વ્રેહ વાધ્યો મારા તનમાં; ૧.
ચિત્તલમમાં ચટપટી રે હો ! લાગી, જીવ જોવાને હું જાગી. ૨.
રસિયાજીને ર હો ! રાગે, વ્યાકુળ કીધાં છે વૈરાગે; ૩.
ગતગમ ભૂલી રે હો! ગૃહની; વનમાં વાંસળી વાગી વ્રેહની. ૪.
સેંથે કાજળ, રે હો! સાર્યાં, વ્રેહમાં બાળકને રે વિસાર્યાં; ૫.
ધીરજ ટલિયાં રે હો ! ધ્યાને, કંકણ નૂપુર પહેર્યાં કાને. ૬.

પ્રીતે પરવશ રે હો ! કીધાં, લજ્જા લોપી મન હરી લીધાં; ૭.
કૈં કૈં વાર્યાંરે હો કંથે, પિયુજીને મળાવા ચાલ્યાં પંથે. ૮.
ત્રિભુવન નિઅખ્યારે હો તમને, અંગે આનંદ વાધ્યો અમને. ૯
વાલંમ બોલ્યા રે હો ! હો વંનમાં મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં. ૧૦




અન્ય સંસ્કરણ

ફેરફાર કરો

હરિ વેણ વાય છે રે હો! વંનમાં,
તેનો વ્રેહ વાધ્યો મારા તમ્નમાં;
ચિત્તલમમાં ચટપટી રે હો ! લાગી,
જીવ જોવાને હું જાગી. હરિ વેણ૦

રસિયાજીને ર હો ! રાગે,
વ્યાકુળ કીધાં છે વૈરાગે;
ગતગમ ભૂલી રે હો! ગૃહની;
 વનમાં વાંસળી વાગી વ્રેહની. હરિ વેણ૦

સેંથે કાજળ, રે હો! સાર્યાં,
વ્રેહમાં બાળકને રે વિસાર્યાં;
ધીરજ ટલિયાં રે હો ! ધ્યાને,
કંકણ નૂપુર પહેર્યાં કાને. હરિ વેણ૦

પ્રીતે પરવશ રે હો ! કીધાં,
લજ્જા લોપી મન હરી લીધાં;
વાલંમ બોલ્યા રે હો ! હો વંનમાં
મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં. હરિ વેણ૦

-૦-