હસીને બોલાવી ચિત્ત ચોરી લીધું રે
હસીને બોલાવી ચિત્ત ચોરી લીધું રે દેવાનંદ સ્વામી |
રાગ: બિહાગ |
હસીને બોલાવી ચિત્ત ચોરી લીધું રે
હસીને બોલાવી ચિત્ત ચોરી લીધું રે,
હસીને બોલાવી કા’ન આવી...
નાથ નવીનો છેલો રંગડાનો ભીનો,
બહુવિધ વેશ બનાવીને... ૧
મોરલી બજાવી મુખ મરમ ભરેલી,
ગીત મધુરા નીત ગાવીને... ૨
ડોલરિયો સુખ દેણ મનોહર,
સાન કરીને સમજાવીને... ૩
દેવાનંદ કે’ દીલડામાં વસિયો,
મોહન મન લલચાવીને... ૪