હાં રે મેં તો જોયા ચતુર નંદલાલ
હાં રે મેં તો જોયા ચતુર નંદલાલ પ્રેમાનંદ સ્વામી |
હાં રે મેં તો જોયા ચતુર નંદલાલ
હાં રે મેં તો જોયા ચતુર નંદલાલ રે, ઊભા ઓસરીએ;
હાં રે કર્યાં તિલક કેસર કેરાં ભાલ રે, સુંદરવર હરિએ... ટેક
શ્વેત પાઘ શિર ઉપર શોભે,
હાં રે જોઈ છોગલિયાં ચિત્ત લોભે રે... ઊભા ૧
શ્વેત હાર પહેર્યા ઉર પર કાજુ,
હાં રે બાંધ્યા શ્વેત ફૂલોના બાજૂ રે... ઊભા ૨
શ્વેતાંબર સરવે અંગે બિરાજે,
હાં રે જોઈ કોટિક કામ છબી લાજે રે... ઊભા ૩
પ્રેમાનંદ કહે પલવટ વાળી,
હાં રે ચડતા ઘોડલડે વનમાળી રે... ઊભા ૪