હાલરડાં/ખોળે ખેલાવવાનાં જોડકણાં
< હાલરડાં
← કાનાની પછેડી | હાલરડાં ખોળે ખેલાવવાનાં જોડકણાં ઝવેરચંદ મેઘાણી |
થૈ થૈ પગલી → |
ખોળે ખેલાવવાનાં જોડકણાં
[ઝુલાવવાનું]
ઝૂલ હાથીડા ઝૂલ
તારી ઝૂલમાં કમળફૂલ.
[કુદાવવાનું]
કૂદ ઘોડા કૂદ
તારી નળીઓમાં દૂધ
ઘોડો બાંધ્યો બજાર
ઘોડો ખાય ચણાની ઘળ
તું તો નાનો છે ત્યાં કૂદ
મોટો થૈશ, ઢીંકા ખૈશ
તું તો શેરીએ ભાગ્યો જૈશ.
[નચાવવાનું]
આજ મારો નાનકો નાચ્યો નથી.
કૂદ્યો નથી
કડ્યની ઘૂઘરી વાગી નથી.
બટકુંક રોટલો, ટીપું ઘી
નાચ રે નાનકા રાત ને દી.
[પ્રથમ પગલી]
પા પા પગલી
મામાની ડગલી