← તારે પારણે હાલરડાં
ઘોઘર આવ્યા
ઝવેરચંદ મેઘાણી
નંદકિશોર →


ઘોઘર આવ્યા

[સ્વ૦ મહીપતરામ સંગૃહીત]

સૂવો સૂવો બાવા રે ઘોઘર આવ્યા.
ઢાંકણીએ ઢંકાતા આવ્યા, સૂપડીએ સંતાતા આવ્યા.

વાદળ જેવડો રોટલો લાવ્યા, પૈડા જેવડો પાપડ લાવ્યા.
વાંસ જેવડા ચોખા લાવ્યા, ચાળણી જેવડી દાળ લાવ્યા.

પૃથ્વીની પત્રાવળ કીધી, સાગરનો તો પડિયો કીધો.
ઘોઘર સઘળા જમવા આવ્યા, કૂવાને પાણીએ નહાતા આવ્યા.
સૌ મળીને જમવા બેઠા, જમતાં જમતાં વઢી પડ્યા.