હાલરડાં/જન્મોત્સવ
< હાલરડાં
← હાલા રે હાલા | હાલરડાં જન્મોત્સવ ઝવેરચંદ મેઘાણી |
તારે પારણે → |
જન્મોત્સવ
અં અં કરે ને બાળો આંગળાં ધાવે,
નગરીનાં લોક સરવે જોવાને આવે.
ખમા મારા કાનકુંવરને કાંટડો ભાંગ્યો,
કાંટો ભાંગ્યો ને વા’લા ઠેસડી વાગી.
અડવો કે’શું ને બડવો કહીને બોલાવશું,
ફૈયરનાં નામ વન્યા વણબોલ્યાં રે’શું,
એક આવી ને ઘમ ઘમ ઘૂઘરા લાવી.
બીજી આવી ને કડાં સાંકળાં લાવી;
ત્રીજી આવીને વેઢ વાંકડા લાવી,
ચોથી આવીને લંપાઈ ઘોડિયા આગળ બેસશું.