હાલરડાં/બહુ વા'લો
< હાલરડાં
← પોઢો ને ! | હાલરડાં બહુ વા'લો ઝવેરચંદ મેઘાણી |
હાલરડું વા'લું → |
બહુ વા′લો
પોઢો ને મારા હરિ હાલો હાલો !
તું તો રે તારા બાપને બહુ વા'લો. - પોઢો ને૦
તું તો રે તારી માતાનો લાલ. - પોઢોને૦
મળવાને આવશે વ્રજ તણા બાળા,
તે તો રે લાવશે ફૂલડાંની માળા,
તું તો રે તારા કાકાને બહુ વાલો!-પોઢો ને૦
મળવા રે આવશે ગોકુળની ગોપી,
તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,
તું તો રે તારી માતાનો લાલો ! – પોઢો ને૦
મળવા આવશે મામો ને મામી,
તે તો રે ભમ્મર તાણી રે'શે સામી,
તું તો રે તારા મામાને બહુ વાલો! - પોઢો ને૦