હિંદ સ્વરાજ/પ્રકાશકનું નિવેદન
હિંદ સ્વરાજ પ્રકાશકનું નિવેદન મોહનદાસ કરમચંદ ગાંધી |
નવી આવૃત્તિની પ્રસ્તાવના → |
પ્રકાશકનું નિવેદન
'હિંદ સ્વરાજ'ની નવી આવૃત્તિ ૧૯૪૧ની સાલમાં બહાર પડી તે વિશે સ્વ. મહાદેવભાઈએ તથા પૂ. બાપુએ તે વખતે કરેલાં નિવેદનો આપ્યાં હતાં.
ત્યાર પછી એ નવી આવૃત્તિનું ૧૯૪૫માં પુનર્મુદ્રણ થયું. તેની નકલો પૂરી થવાથી આ આવૃત્તિ ફરી છપાય છે ત્યારે એક વાત વાચકોના ધ્યાન પર લાવવા જેવી છે.
૧૯૪૫ના પુનર્મુદ્રણ પછી એક ભાઈએ, પાન ૫૮ પર તેરમી લીટીમાં જે આ વાક્ય છે કે, "તેઓને કાં તો તોપબળ કાં તો હથિયાર-બળ શીખવું જોઈએ" - તેના તરફ ધ્યાન ખેંચતાં લખ્યું હતું કે, વાક્યમાં तोपबलને બદલે तपबल હોવું જોઈએ. સંદર્ભ જોતાં લાગે છે કે, બાપુ તે વાક્યમાં તોપબળ અને આત્મબળ કે સત્યાગ્રહ એ બે બળની વાત કરે છે તે ઉઘાડું છે, 'હિંદ સ્વરાજ'નું મૂળ લખાણ ગુજરાતીમાં છે. તેની હસ્તાક્ષર આવૃત્તિ નવજીવને[૧] બહાર પાડી છે તે જોતાં જણાશે કે, તેમાં तोपबल અને हथियारबल એ જ શબ્દો છે, એથી તે સુધાર્યું નથી, પણ આ બાબત વાચકોની જાણ સારુ અહીં નોંધી છે.
૧-૬-'૫૪
નોંધ
ફેરફાર કરો- ↑ 'હિંદ સ્વરાજ' (હસ્તાક્ષરમાં) હાલ અપ્રાપ્ય.