હિંદ સ્વરાજ/૧૭. સત્યાગ્રહ–આત્મબળ

← ૧૬. દારૂગોળો હિંદ સ્વરાજ
૧૭. સત્યાગ્રહ–આત્મબળ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૮. કેળવણી →





૧૭
સત્યાગ્રહ—આત્મ બળ



वाचकः

તમે જે સત્યાગ્રહ અથવા આત્મબળએએ વાત કરો છો તેનો કમી ઐતિહાસિક પુરાવો છે? આજ લગી એક પણ પ્રજા તેવા બળથી ચઢી હોય તેવું જોવામાં નથી આવતું. મારફાડ વિના દુષ્ટ સીધા રહે જ નહીં, એવી પ્રતીતિ હજુ પણ રહ્યાં કરે છે.

अधिपतिः

કવિ તુલસીદાસજીએ ગાયું છે કે,

'દયા ધરમ હો મૂલ હૈ, દેહ મૂલ અભિમાન;
તુલસી દયા ન છોડિયે, જબ લગ ઘટમેં પ્રાન.'

મને તો આ વાક્ય શાસ્ત્ર વચન જેવું જણાય છે. જેમ બે ને બે તે ચાર જ હોય, તેટલો ભરોસો ઉપરના વાક્ય ઉપર પડે છે. દયાબળ તે આત્મબળ છે, તે સત્યાગ્રહ છે. અને આ બળના પુરાવા ડગલે ડગલે નજરે આવી રહે છે. તે બલ ન હોય તો પૃથ્વી રસાતળ પહોંચી ગઈ હોત.

પણ તમે તો ઐતિહાસિક પુરાવો માગો છો. એટલે આપણે ઈતિહાસ કોને કહીએ છીએ.

'ઇતિહાસ'નો, શબ્દાર્થ 'આમ થઈ ગયું' એ છે. એ અર્થ કરીએ તો તમને સત્યાગ્રહનાં પ્રમાણ પુષ્કળ આપી શકાશે. જે અંગ્રેજી શબ્દનો 'ઈતિહાસ; એ તરજુમો છે અને જે શબ્દનો અર્થ બાદશાહોની તવારીખ છે, તે અર્થ લેતાં સત્યાગ્રહનું પ્રમાણ ન હોઈ શકે. કથીરની ખાણમાં તમે ચાંદી શોધશો તે કેમ મળશે ? 'હિસ્ટરી' માં દુનિયાના કોલાહલની જ કહાણી મળશે. તેથી ગોરા લોકોમાં કહેવત છે કે જે પ્રજાને 'હિસ્ટરી' (કોલાહલ) નથી તે પ્રજા સુખી છે. રાજાઓ કેમ રમતા, તેઓ કેમ ખૂન કરતા, તેઓ કેમ વેર બાંધતા, એ બધુમ્ 'હિસ્ટરી', માં મળી આવે છે. જો આ જ ઈતિહાસમાં હોય, જો આટલું જ થયું હોય, તો દુનિયા ક્યારની ડૂબી ગઈ હોય. જો દુનિયાની લડાઈથી શરૂ થતી હોય તો આજે એક પણ માણસ જીવતો ન હોય. જે પ્રજા લડાઈનો જ ભોગ થઈ પડી છે તેની આવી જ દશા થઈ છે. ઑસ્ટ્રેલિયાના હબસી લોકોનું નિકંદન થઈ ગયું છે. તેઓમાંના ભાગ્યે જ કોઈને ઑસ્ટ્રેલિયાના ગોરાઓએ જીવવા દીધા છે. જેઓની જડ નીકળી ગઈ છે. તેઓ સત્યાગ્રહીઓ ન હતા. જે જીવશે ને જોશે કે ઑસ્ટ્રેલિયાના ગોરાના પણ તેવા જ હાલ થશે. 'જેઓ તલવાર ચલાવે છે તેમનું મોત તલવારથી થાય છે.' 'તારાનું મોત પાણીમાં છે', એથી આપણામાં કહેતી છે.

દુનિયામાં આટલા બધા માણસો હજુ છે એ જ્ણાવે છે કે, દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણસત્ય, દયા કે, આત્મ બળ ઉપર છે. એટલે મોટો ઐતિહાસિક પુરાવો તો એ જ છે કે દુનિયા લડાઈના હંગામા છતાં નભી છે. એટલે લડાઈના બળ કરતાં બીજું બળ તેનો આધાર છે.

હજારો બલ્કે લાખો માણસો પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે, કરોડો કુટુંબોના ક્લેશનો સમાવેશ પ્રેમભાવનામાં થઈ જાય છે. સેંકડો પ્રજા સંપથી રહેલી છે એની નોંધ 'હિસ્ટરી' લેતી નથી, 'હિસ્ટરી' લઈ પણ ન શકે. જયારે આ દયાનો, પ્રેમનો કે સત્યનો પ્રવાહ રોકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ તેની નોંધ તવારીખે ચઢે છે. એક કુટંબના બે ભાઈ લડ્યા. તેમાં એકે બીજાની સામે સત્યાગ્રહ વાપર્યો. બંને ભાઈ પાછા સમ્પીને રહેવા લાગ્યા. આની નોંધ કોણ લે છે? જો બંને ભાઈમાં વકીલોની મદદથી કે એવાં બીજાં કારાણોથી વેરભાવ વધતાં, તેઓ હથિયારથી કે અદાલતો ( અદાલત તો એક પ્રકારનું હથિયાર, શરીરબળ છે.)થી લડત તો તેઓનાં નામ છાપે ચઢત, આડોશી પાડોશી જાણત અને વકહ્તે તવારીજખમાં નોંધાત. જેમ કુટુંબોમાં, જેમ જમતોમાં, જેમ સંઘોમાં તેમ જ પ્રજામાં સમજી લેવું. કુટુંબોમાં એક કાયદો અને પ્રજામાં બીજો એમ માનવાનું કંઈ જ કારણ નથી. 'હિસ્ટરી' એ અસ્વાભાવિક બિનાની નોંધ લે છે. સત્યાગ્રહ એ સ્વાભાવિક છે એટલે તેની નોંધ લેવાપણું રહેતું નથી.

वाचकः

તમે કહો છો એ પ્રમણે તો સમજાય છે કે, સત્યાગ્રહના દાખલા ઇતિહાસે ન જ ચઢી શકે. આ સત્યાગ્રહ વધારે સમજવાની જરૂર છે તમે શું કહેવા માગો છો. તે વધારે ચોખવટ કરી સમજવો તો સારું.

अधिपतिः

સત્યાગ્રહ અથવા આત્મબળ એનું અંગ્રેજી 'પૅસિવ રિઝિસ્ટન્સ' એમ કહેવાય છે. એ શબ્દ જે માણસોએ પોતાના હક્ક મેળવવા પોતે દુઃખ સહન કરેલું તે રીતને લાગુ આડવામાંઅ અવેલો છે. એનો હેતુ લડાઈબળનો વિરોધી છે. જ્યારે મને કંઈ કામ પસંદ ન પડે ત્યારે તે કામ હું ન કરું તેમાં હું સત્યાગ્રહ અથવા આત્મબળ વાપરું છું.

દાખલા તરીકે, મને લાગુ પડતો અમુક કાયદો સરકારે કર્યો. તે મને પસંદ નથી. ત્યારે હું સરકારની ઉપર હુમલો કરી કાયદો રદ કરાવું તો મેં શરીરબળ વાપર્યું. જો હું તે કાયદો કબૂલ જ ન કરું ને તેને લીધે પડતી સજા ભોગવી લઉં, તો મેં આત્મબળ અથવા સત્યાગ્રહ વાપર્યો. સત્યાગ્રહમાં હું આપભોગ આપું છું.

આપભોગ આપવો તે પરભોગ કરતાં સરસ છે, એમ સહુ કોઈ કહેશે. વળી સત્યાગ્રહથી લડતાં જો લડત ખોટી હોય તો માત્ર લડત લેનાર દુઃખ ભોગવે છે. એટલે પોતાની ભૂલની સજા પોતે ઊઠાવે છે. એવા ઘણા બનાવો થઈ ગયા છે કે જેમાં માણસો ભૂલથી સામે થેયેલા, કોઈ પણ માણ સ બેધડક રીતે નથી કહી શકતો કે અમુક કાર્ય ખરાબ જ છે. પણ જયારે તેને તે ખરાબ લાગ્યું ત્યારે તેને સારુ તો તે ખરાબ જ છે. એમ છે તો તેણે તે ન કરવું ને તેમ કરતાં દુઃખ ભોગવવું. આ સત્યાગ્રહની ચાવી છે.

वाचकः

ત્યારે તમે તો કાયદાની સામે થાઓ છો ! આ તો બેવફાદારી ગણાય. આપણે તો હમેંશા કાયદાને માન આપનારી પ્રજા ગણાઈએ છીએ. તમે તો એકસ્ટ્રીમિસ્ટથી પણ આઘે જતા જણાઓ છો. એકસ્ટ્રીમિસ્ટ તો કહે છે કે, થયેલા કાઅદાને તો માન આપવું જ જોઈએ, પણ કાયદા ખરાબ છે તેથી કાયદા કરનારને મારીને કાંકી કાઢો.

अधिपतिः

હું આઘે જાઉં છું કે પાછોઇ રહું છું તેની તમારે કે અમરે દરકાર હોય નહીં. આપણે તો જે સારું છે તે શોધવા ને તે પ્રમાણે વર્તવા માગીએ છીએ.

આપણે કાયદાને માન આપનારી પ્રજા છીએ, તેનો કહ્રો અર્થ તો એ છે કે આપણે સત્યાગ્રહી પ્રજા છીએ. કાયદા પસંદ ન પડે ત્યારે આપણે કાયદા અક્રનારનુમ્ માથું નથી તોડતા. પણ આપણે તે રદ કરાવવા સારુ લાંધીએ છીએ.

આપણે સારા કે નઠારા કાયદા કબૂલ કરીલઈએ છીએ, એ અર્થ તો આજકાલનો જોવામાં આવે છે. પૂર્વે એવું કંઈ ન હતું. મરજીમાં આવે તે કાયદા લોકો તોડતા ને તેની સજા ઉઠાવી લેતા.

કાયદા આપણને પસંદ ન હોવા છતાં તે પ્રમાણે ચાલવું એવું શિક્ષન મર્દાઈથી વિરુદ્ધ છે , ધર્મ વિરુદ્ધ છે ને ગુલામીની હદ છે.

સરકાર તો કહેશે કે આપણે નાગા થઈને તેમની પાસે નાચવુમ્. તો શું આપણે નાચીશું? સત્યાગ્રહી હોઉં તો હું તો સરકારને કહું : ' એ કાયદો તમારા ઘરમાં રાખું. હું તમારી પાસે નાગો નથી થનારો ને નાચનારો પણ નથી.' છતાં આપણે એવા અસ્ત્યાગ્રહી થયા છીએ કે, સરકારના જોહુકમ પાછળ નાગા થઈ નાચવા કરતાં વધારે હલકાં કામ કરીએ છીએ.

જે માણસ પોતે માણસાઈમાં છે, જેને ખુદાનો ડર છે, તે બીજાથી ડરવાનો નથી. તેને બીજાન કરેલા કાયદા બંધન કરનારા નથી. સરકાર પણ બિચારી નથી કહેતી કે, ' તમારે આમ કરવું જ પડશે.' તે પણ કહે છે કે, ' તમે આમ નહીં કરો તો તમને સજા થશે.' આપણે અહમ દશામાં માની લઈએ છીએ કે આપણે 'આમ કરવું' એ આપણી ફરજ છે, એ આપણો ધર્મ છે.

જો લોકો એક વાર શીખી લે કે, આપણને અન્યાયી લાગે તે કાયદાને માન આપવું જોઈએ નામર્દાઈ છે તો પછી આપણને કોઈનો જુલમ કરી શકતો નથી. તે સ્વરાજની ચાવી છે.

ઘણા માણસોએ કહ્યું એ થોડાએ કબૂલ કરવું તે અનીશ્વરની વાર્તા છે, તે વહેમ છે. એવા દાખલા હજારો મળી આવશે કે જેમાં ઘણા કહ્યું તે ખોટું હોય છે.અને થોડાએ કહ્યું હોય એ જ સાચું હોય છે. સઘળા સુધારા ઘણા માણસોની સામે થઈને થોડા માણસોએ દાખલ કરાવ્યા છે. ઠગન ગામમાં ઘણાં કહેશે કે ઠગવિદ્યા શેખવીએ જ જોઈએ. તો શું એક સાધુ હશે તે પણ ઠગ બનશે ? નહીં નહીં. અન્યાયી કાયદાને માન આપવું જોઈએ એ વહેમ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આપણી ગુલામી જનારી જ નથી. અને આવો વહેમ માત્ર સત્યાગ્રહી જ દૂર કરી શકે છે.

શરીરબળ કરવું, દારૂગોળો લગાવવો તે તો આપણા ઉપલા કાનૂનને ખલેલ પહોંચાડે છે. તેનો અર્થ તો એમ થયો કે આપણને પસંદ છે તે સામા માણસ પાસે આપણે કરાવવા માગી છીએ. જો એ બરોબર હોય તો પછી સામેનો માણસ પોતાનું કહેલું કરાવવા આપણી ઉપર દારૂગોળો ચલાવવા અધિકારી છે. આમ કરતાં કોઈ દહાડો આપણે બંદરે પહોંચીએ જ નહીં. ઘાંચીના બાદની માફક આંખે પાટ હોવાથી માની લઈએ કે આગળ વધીએ છીએ, તો ભલે. પણ ખરું જોતાં તો તે બળદની જેમ આપણે તે જ કૂંડાળાની પ્રદક્ષિણા ફરીએ છીએ. જેઓ એમ માને છે કે પોતાને નાપસંદ કાયદાને માન આપવા માણ્સ બંધાયેલ નથી તેમણે તો સત્યાગ્રહ એ જ સાધન ખરું માનવું જોઈએ; નહીં ઓ મહા વિકટ પરિણામ આવે.

वाचकः

તમે જે કહો છો તેમાંથી હું એમ જોઉં છું કે સત્યાગ્રહ નબળા માણસને ઠીક કામનો છે. તેઓ જ્કરૂર સબળા થાય ત્યારે તો તોપ ચલાવે.

अधिपतिः

આ તો તને બહુ અજ્ઞાનની વાત અક્રી. સત્યાગ્રહતો સર્વોપરી છે. તે તોપબળ કરતાં વધારે કામ કરે છે, તો પછી નબળાનું હથિયાર્ કેમ ગણી શકાય? સત્યાગ્રહને સારુ જે હિંમત અને મર્દાની ઘટૅ છે તે તોપબળિયા પાસે હોઈ જ શકે નહીં. શું તમે એમ માનો છો કે નમાલો માણસ પોતાને નાપસંદ કાયદાનો ભંગ કરી શકશે > એકસ્ટ્રીત્રીમિસ્ટ તોપબળિયા છે. તેઓ કાં કાયદાને માન આપવાની વાત કરી રહ્યા છે. તેઓનો હું દોષ નથી કાઢતો. એતોથી બીજી વાત થાય જ નહીં. તેઓ પોતે જ્યારે અંગ્રેજોને મારી રાજ્ય કરે ત્યારે ત્યારે મારી તમારી પાસે કાયદાને માન અપાવવા માગે છે. તેમના ધોરણને તે જ વાત ઘાજે. પણ સત્યાગ્રહી તો કહેશે કે જે કાયદા તેને પસંદ નહીં હોય તેને તે કબૂલ નહીં કરે; પછી ભલે તેને તોપને મોઢે બાંધે !

તમે શું માનો છો ? તોપ વછોડી સેંકડોને મારવામાં હિંમત જોઈએ છે કે તોપનેમોઢે હસતે વહેરે બંધાતા હિંમત જોઈએ છે? પોતે મોત માથે લઈ ફરે છે તે રણવીર કે બીજાનાં મોત પોતાના હાથમાં રાખે છે તે ?

નામર્દ માણસથી એક ઘડીભર સત્યાગ્રહી રહેવાય નહીં એ ખચીત માનજો.

હા, એટલું ખરું કે શરીરે ક્ષીણ હોય તે પણ સ્ત્યાગ્રહી થઈ શકે. એક માણસ પણ થઈ શકે અને લાખો પણ થઈ શકે. ભાઈ માનસ પણ થઈ શકે તેમ બાઈ માણસ થઈ શકે. તેને લશ્કરો તૈયાર કરવાની જરૂર નથી પડતી. તેને મલકુસ્તી શીખવવાની જરૂર નથી પડતી. તેણે પોતાના મનની ઉપર કાબૂ લીધો એટલે તે વનરાજ સિંહની માફક ગર્જના કરી શકે છે ને તેની ગર્જનાથી દુશ્મન થઈ બેઠા હોય તેમનાં હ્રદય ચિરાય છે.

સત્યાગ્રહ એ સર્વધારી તલવાર છે. તે જેમ વાપરો તેમ વપરાય. વાપરનાર તથા જેને ઉપર તે વપરાય છે તે સુખી થાય છે. તે લોહી કાઢતી નથી, છતાં પરિણામ તેથી પણ ભારે લાવી શકે છે. તેને કાટ ચઢી શકતો નથી. તે કોઈ લઈ જઈ શકતું નથી. સત્યાગ્રહી જો હરીફાઈ કરે તો તેમાં થાક પડે જ નહીં. સત્યાગ્રહીની તલવારને મ્યાનનએએ જરૂર ન મળે. તે કોઈથી છીનવી શકાતી નથી. છતાં તમે સત્યાગ્રહીને નબળાનું હથિયાર છે.એમ ગણી એ તો કેવળ અંધેર કારખાનું જ ગણાય.

वाचकः તમે કહ્યું કે હિંદુસ્તાનનું તે ખાસ હથિયાર છે, તો શું હિંદુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું ?

अधिपतिः તમારે મન હિંદુસ્તાન એટલે ખોબા જેવડા રાજાઓ છે. મારે મન તો હિંદુસ્તાન એ કરોડો ખેડૂતો છે કે જેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ.

રાજાઓ તો હથિયાર ચાપરશે જ. તેમની તો તે રીતે પડી. તેમને તો હુકમ ચલાવવો છે. પણ હુકમ ઉઠાવનારને તોપબળની જરૂર નથી. દુનિયાનો મોટો ભાગ હુકમ ઉઠાવનારો છે. તેઓને કાં તો તોઅબળ કાં તો તોપબળ કાંતો હથિયારબળ શીખવવું જોઈએ. તેઓ જ્યાં તોપબળ શીખે છે ત્યાં રાજા પ્રજા બમ્ને ગાંડાં જેવાં બની જાય છે. જ્યાં હુકમ ઉઠાવનારા સત્યાગ્રહ શીખ્યા છે ત્યાં રાજાનો જુલમ તેની ત્રણ ગજની તલવારથી છેટો જઈ શક્યો નથી ને હુકમ ઉથાવનારે અન્યાયી હુકમની દરકાર અકરી નથી. ખેડૂતો કોઈના તલવારબળને વશ થયા નથી ને થવાના નથી. તેઓને તલવાર વાપરતા આવડતી નથી, બીજાની તલવારથી તેઓ ડરતા નથી. મોતને હંમેશા પોતાનો તકિયો કરી સૂનારી તે મહાન પ્રજા છે. તેણે મોતનો ડર છોડેલો છે, એટલે બહાનો ડર છોડ્યો છે. આ હું કઈંક વધારે પડતું ચિત્ર આપું છું, એ બરોઅબ્ર છે. પણ આપણે જે તલવારન બળથી છક થઈ ગયા છીએ તેને સારુ એ ચિત્ર વધારે પડતું નથી.

વાત એ છે કે ખેડૂતોએ, પ્રજામંડળે પોતાના તેમ જ રાજ્યના કારભારમાં સત્યાગ્રહ વાપરેલ છે. જ્યારે રાજા જુલમ કરે છે ત્યારે રૈયત રિસાય છે, એ સત્યાગ્રહ છે.

મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈયતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈયતે ગામ ખાલી કરવાનું શરૂ કર્યું. રાજા ગભરાયા ને રૈય તની માફી માગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે પણ મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈયત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુરાજ છે.

वाचकः

ત્યારે તમે એક કહેશો કે આપણે શરીર કસવાની જરૂર જ નથી.

अधिपतिः

એવું તમે ક્યાં જોયું ? શરીર કસ્યા વિના સત્યાગ્રહી થવું મુશ્કેલ છે. ઘણે ભાગે જે શરીર પંપાળીને નબળાં કરી નાખ્યાં છે તે શરીરમાં જે મન રહે છે તે પણ નબળું હોય છે. ને જ્યાં મનોબળ નથી ત્યાં આત્મબળ ક્યાંથી હોય ? આપણે બાળલગ્ન વગેર્નો તથા આળપંપાળવાળી રહેણીનો કુચાલ કાઢી શરીર તો સજવાં જ જોઈશે . રેંજીપેંજી માણસને એકાએક તોપને મોઢે ચઢવાનું હું કહીશ તો તે તો મારી હાંસી કરાવવાનું થશે.

वाचकः

તમે કહો છો તે જોતાં એમ લાગે છે કે સત્યાગ્રહી થવ્ય્ં એ કંઈ જેવી તેવી વાત નથી, અને જો તેમ હોય તો સત્યાગ્રહી કેમ થવાય એ તમારે સમજાવવાની જરૂર છે.

अधिपतिः

સત્યાગ્રહી થ્વું એ સહેલું છે. પણ જેટલું સહેલું છે તેટલું જ કઠણ છે. ચૌદવરસનો છોકરો સત્યાગ્રહી બન્યો એ મેં અનુભવ્યું છે. રોગી માણસ સત્યાગ્રહી થાય એ પણ મેં જોયું. શરીરે જોરાવર અને બીજી રીતે સુખી તે માણસ નથી થઈ શક્યા એ પણ જોયું.

અનુભવે જોઉં છું કે જે માણ્સ દેશહિતને કારણે સત્યાગ્રહી થવા માગે છે તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, ગરીબાઈ ધારણ કરવી જોઈએ. સત્યનું તો સેવન કરવું જ પડે અને અભયતા આવવી જ જોઈએ.

બ્રહ્મચર્ય એ મહાવ્રત છે, અને તે વિના મનની ગાંઘ સજ્જડા થનાર નથી. અબ્રહ્મચર્યથી માણસ અવીર્યવાન, બાયલો અને હીણો થાય છે. જેનું મન વિષયમાં ભમે છે તેનાથી કશી દોડ થવાની નથી. આ વાત અગણિત દાખલાથી બતાવી શકાય છે. ત્યારે ઘરસંસાતીએ શુંકરવું એ સવાલ ઊભો થાય છે. પન એ ઊભો થવાની કશી જરૂર નથી. ઘરસંસારીએ સંગ કર્યો તે વિષય નથી એમ કોઈ નથી કહી શકતું નથી. પ્રજાની ઉત્પત્તિને જ ખાતર સ્વસ્ત્રીસંગ કહ્યો છે. ત્યારે સત્યાગ્રહીને પ્રજોત્પતિની વાસના ન હોવી ઘટે. તેથી સંસારી છતાં બ્રહ્મચર્ય પાળી શકે છે. આ વાત વધારે સ્પષ્ટ કરીને લખવા જેવી નથી. સ્ત્રીનો શો વિચાર છે? કેમ એ બધું થાય ? આવા વિચારો ઉત્પન્ન થાય છે. છતાં જેને મહાકાર્યમાં ભાગ લેવો છે. તેને એ સવાલનું નિરાકરાણ કર્યા વિના છૂટકો જ નથી.

જેમ બ્રહ્મચર્યની જરૂર છે તેમ ગરીબાઈ લેવાની જરૂર છે. પૈસાનો લોભ અને સત્યાગ્રહનું સેવન એ બની શકે તેવું નથી. પણ જેની પાસે પૈસો છે તેણે તે ફેંકી દેવો, એવું સમજાવવાનો અહીં હેતુ નથી. પણ પૈસાને વિશે બેદરકાર રહેવાની જરૂર છે. સત્યાગ્રહનું સેવન કરતાં પૈસો ચાલ્યો જાય તો બેફિકર રહેવું ઘટે છે.

સત્યનું સેવન ન કરે તે સત્યનું બળ કેમ દેખાડી શકે? એટાલે સત્યની તો બરાબર જરૂર પડશે જ. ગમે તેટલું નુકશાન થતું હોય તોપણ સત્યને નહીં છોડી શકાય. સત્યને કંઈ સંતાડવાનું ન જ હોય. એટલે સત્યાગ્રહીને છૂપી સેના ન જ હોઈ શકે. આ સંબંધમાં, જીવ બચાવવા જૂઠું બોલવું કે નહીં એવા સવાલ મનમાં ન લાવવા. જેને જૂઠાનો બચાવ કરવો છે તે જે અએવા સવાલ ફોકટ ઉઠાવે છે. જેને સત્યનો જ રસ્તો લેવો છે તેને એવાં ધર્મ સંકટ આવતં નથી. તેવી કફોડી સ્થિતિમાં આવી પડે તોપણ સત્યવાદી માણસ ઉગરી જાય છે.

અભયતા વિના તો સત્યાગ્રહીની ગાડી એક ડગલું પણ નહીં ચાલી શકે. અભય સર્વથા અને સર્વ વસ્તુ બાબત ઘટશે. માલનો, ખોટા માનનો, સગાંસાંઈનો, રાજદરબારનો, જખમનો, મરણનો અભય હોય ત્યારે જ સત્યાગ્રહ પાળી શકાય.

આ બધું મુશ્કેલ છે એમ માનીને છોડી દેવાનું નથી. માથે આવી પડેલું સહી લેવાની શક્તિ કુદરતે માણસમાત્રમાં મૂકેલી છે. આવા ગુણ દેશસેવા ન કરવી હોય તો પણ સેવવા યોગ્ય છે.

ઉપરાંત એટાલું પણ સમજાય તેમ છે કે, જેને હથિયાર બળ મેળવવું હશે તેને માટે પણ આટલી વસ્તુની જરૂર પડશે. રણવીર થવું એ કંઈ બધાયને ઈચ્છા થઈ કે તુરત સાંપડી જાય તેમ નથી. લડવૈયા બ્રહ્મચર્ય પાળવું ઈચ્છા થઈ કે તુરત સાંપડી જાય તેમ નથી. લડવૈયાને બ્રહ્મચર્ય પાળવું પડશે, ભિખારી થવું પડશે. રણમાં અભયતા ન હોય તે લડી રહ્યા. તેને સત્યવ્રત પાળવાની તેટલી જરૂર ન જણાય એમ વખતે કોઈને લાગશે પણ જ્યાં અભયતા છે ત્યાં સત્યતા સહેજે વસે છે. માણસ જ્યારે સત્ય છોડે છે ત્યારે તે કોઈ પણ પ્રકારના ભયને લીધે જ છોડે છે.

એટલે આ ચાર ગુણથી ડરી જવાનું પ્રયોજન નથી. વલી કેટલાંક બીજો ફોકટ પ્રયાસ તલવારબાજને કરવો રહ્યો તે સત્યાગ્રહીને રહેતો નથી. જેટલો બીજો પ્રયાસ તલવારબાજને કરવો પડે છે તેનું કારણ ભય છે. જો તેને તદ્દન અભયતા આવે તો તે જ ઘડી તેની તલવાર તેના હાથમાંથી પડી જાય. તે ટેકાની તેને જરૂર રહેતી નથી, જેને વેર નહીં તેને તલવાર નહીં. સિંહની સામે આવનાર માણસથી એની મેળે જ લાકડી ઊંચકાઈ ગઈ. તે માણસે જોયું કે તેણે અભયતાનો પાઠ માત્ર મોઢે કર્યો હતો. તે દહાડે તેણે લાકડી છોડી અને અભયવાન થયો.