હું તો વારી રે...
પ્રેમાનંદ સ્વામી


પદ ૬૩૫ મું

હું તો વારી રે ગિરિધરલાલ, મોળીડે તારે રે;
આવી અટક્યા છો અલબેલ, ચિતડે મારે રે.

તમે રાજી થઈને મહારાજ, મારે ઘેર આવો રે;
હું તો તલખું તમરે કાજ, હસીને બોલાવો રે.

મારું મંદિરિયું મહારાજ, પાવન કરવા રે;
આવો અલબેલા આધાર, ચિત્ત મારું હરવા રે.

તમે આવતાં અલબેલ, બીક મા આણો રે;
મારે મ્,અંદિરિયે મહારાજ, ગમતું માણો રે.

તારું મુખડું જોવા નાથ, થઈ છું ઘેલી રે;
આવો પ્રેમાનંદ પ્રાણ, છોગલાં મેલી રે.

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો

હું તો વારી રે ગિરિધરલાલ, મોળીડે તારે રે;
આવી અટક્યા છો અલબેલ, ચિતડે મારે રે.

તમે રાજી થઈને મહારાજ, મારે ઘેર આવો રે;
હું તો તલખું તમરે કાજ, હસીને બોલાવો રે.

મારું મંદિરિયું મહારાજ, પાવન કરવા રે;
આવો અલબેલા આધાર, ચિત્ત મારું હરવા રે.

તમે આવતાં અલબેલ, બીક મા આણો રે;
મારે મ્,અંદિરિયે મહારાજ, ગમતું માણો રે.

તારું મુખડું જોવા નાથ, થઈ છું ઘેલી રે;
આવો પ્રેમાનંદ પ્રાણ, છોગલાં મેલી રે.