હે નાથ દેહના સંબંધી જનમાં
હે નાથ દેહના સંબંધી જનમાં પ્રેમાનંદ સ્વામી |
પદ ૭૯૧ મું
હે નાથ દેહનાં સંબંધી જનમાં, મમતા થાઓ મા કોઈ કાળ રે;
નાથ અહં ને મમતા થાઓ સંતમાં, જે તમને વહાલા દયાળ રે... ટેક
હે નાથ બ્રહ્મ સાથે એક ભાવને, પામી થઈ બ્રહ્મરૂપ રે;
નાથ પરબ્રહ્મ એવા જે તમે તે સાથે, થાઓ પ્રીતિ અનૂપ રે... ૧
હે નાથ દાસ તમારા દાસનો, મુજને રાખીને પાસ રે;
નાથ દર્શન દેજો નિરંતર, મારે એટલી છે આશ રે... ૨
હે નાથ પ્રાર્થના નિજ દાસની, સાંભળી ને સુજાણ રે;
નાથ માંગ્યા મેં સર્વે ગુણ તેને, આપો જીવન પ્રાણ રે... ૩
હે નાથ એ જ નિરંતર આપજો, બીજું દેશો મા કાંય રે;
નાથ પ્રાર્થના પ્રેમાનંદની, ધરજો ઉર હરિરાય રે... ૪
અન્ય સંસ્કરણ
ફેરફાર કરોહે નાથ દેહનાં સંબંધી જનમાં, મમતા થાઓ મા કોઈ કાળ રે;