અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૭મો

← અકબરશાહ અને બીરબલ ભાગ-૬ઠ્ઠો અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
અકબરશાહ અને બીરબલ ભાગ-૭મો
નવલરામ પંડ્યા
અકબરશાહ અને બીરબલ ભાગ-૮મો →


અકબરશાહ અને બીરબલ ભાગ-૭મો


બીરબલ ઉપર બાદશાહની પ્રીતિ દિનપરદિન વધતીજ ચાલી. જેમ જેમ સહવાસ વધારે થવા લાગ્યો તેમ તેમ એ કવિતા તરંગની સાથે વ્યવહારી કામમાંપણ કુશળ, તર્કબાજ અને ચતુર માલુમ પડ્યો. કોઈ પણ વાતનો તોડ કાઢી આપતાં એને વાર લાગે નહિ. અકબરે પ્રસન્ન થઇ એને સુબાગીરી બક્ષી. આ સાંભળી અદેખા દરબારીઓ રાજી થયા અને જાણ્યું કે ટાઢે પાણીએ ખસ ગઇ. પણ આટલાથીજ તેઓ ન ધરાતા સાચી જુઠી બાતમીઓ મેળાવી હજુરમાં હજારો ખટપટ કરવા લાગ્યા.

પણ બીરબલ સો ખટપટીને પૂરો પડે એવો હતો. તેમના કાવત્રાની એને રજેરજ ખબર પડતી. લાંચ ખાય છે, ઉચાપત કરે છે,જુલમ કરે છે એવા ગાંડા ગાંડા અપવાદ સાંભળી એને હસવું આવતું, કેમકે એ જાતે ચોખ્ખો હતો. તેઓ એ વાતની ચુગલી કર્યા વિના પણ રહ્યા નહિ કે બીરબલપોતાના જાતભાઇ નાગરોનેજ બધે વર્તાવે છે. આ આરોપ કેટલેક દરજ્જે ખરો હતો, અને તેથી એ બાબત તેઓ બાદશાહના દરરોજ કાન ભરવા લાગ્યા. બીરબલને આ આરોપની ખબર પડતાં બહુજ ખુશી થયો અને પહેલાં કરતાં પણ પોતાની નાતના ઉપર વધારે છચોક મહેરબાની રાખવા લાગ્યો. એક દહાડો પ્રદોષની પૂજામાં બેઠો હતો તે વેળા કોઈ બ્રાહ્મણ બીચે પ્રમાણે ટહેલ નાકહ્તો આવ્યો તેને માન સન્માન આપી કચેરી એકઠી કરીને જાહેર રીતે જ ન્યાલ કરી નાખ્યો.

सागरको जल सोस घर, जा घरमें ज्यों तोष;[૧]
नागरके भर कोष रु, गागर गरीब प्रदोष.

અર્થ:-દરબાર રૂપી સમુદ્રનાં પાણી તું શોષી લઈને જા, તારા ઘરમાં ભર્યાય તેટલાં ભર (કેમકે તે કાંઈ ખૂટવાના નથી.) નાગર લોકોના ભંડાર ભર, અને હું એક ગરીબની આ એક ગાગર તું પ્રદોષની વેળા ભરી આપ.

આ વાતની બાદશાહ આગળ ફર્યાદ જતાં તેને પણ લાગ્યુંકે આતો હવે છેક ફાટ્યો, અને તેથી એને હજુરમાં એકદમ બોલાવવાનો હુકમ કર્યો. શત્રુઓ હરખાવા લાગ્યા. બીરબલતો ધારતો જ હતો કે મને બોલાવશે. તેથી તે દોડમાર કરતો જાણે લગનમાં જતો હોય તેમ ખુશીની સાથે દિલ્હી આવી પહોંચ્યો, અને આવ્યો તેવો જ દરબારમાં ગયો. ત્યાં આટલો વહેલો આવેલો જોઇ બધા આશ્ચર્ય પામ્યા. એ તૂર્ત તખ્ત આગળ જઇને નમ્યો. અકબર તો એના મોં સામુંજ જોઇ રહ્યો અને વિચારમાં પડ્યો કે ગુન્હેગાર હોય તો આ પ્રમાણે હસતું નિર્દોષ મોં રહે નહી. બીરબલ પણ કાંઈ બોલ્યા ચાલ્યા વિના ઘૂંટણીએ પડ્યો હતો તે પ્રમાણેજ બાદશાહની સામું જોઇને ઉભો રહ્યો. આખએ અકબરે કહ્યું કે આટલો તાપ છતાં તારૂં મ્હોં કેમ સુકાયું નથી. તે વેળા ખરો ઉન્હાળો ચાલતો હતો, અને તેથી આ પૂછવું યોગ્ય જ હતું પન બીરબલ સમજી ગયો, અને બોલ્યો કે મારા ગુરૂ જનોની આ પ્રમાણે જ શીખામણ છે.

दुखमेंसे सुख होत हैं, डर मत देखहि दुःख;
जितना दुःखहि तापको, तितनो वृष्टिसुख.

એક ડોસો ચાલુ મામલાથી અજાણ્યો હતો. તેને આ દુહો સાંભળી કહ્યું કે ખરી વાત છે કે જેમ તાપ વધારે તેમ વરસાદ પણ વધારે.પણ બીજા બધાનું ચિત્ત તો બીરબલનું શું થાય્છે તે તર્ફ હતું, તેથી એ સાહિત્ય વિષે કાંઇ પણ ચર્ચા ચાલી નહિ. એની આ બેપરવાહી જોઇ દુશમનોના હોશ ને કોશજ ઉડી ગયા, અને મનમાંતો ખાત્રી થઇ કે આપણે એને પહોંચવાના નથી. તોપન હિંમત તો હારવી નહિ એમ ધારી એક જણે કળે કળે પેલી ટહેલની વાત કહાડી. બીરબલે ધીમે રહીને ભોળો હોય તેમ બધી વાત કબુલ કરી : એણે કહ્યું તે બિચારો બ્રાહ્મણ છોકરી પરણાવવાને માટે ગાગર લઇને બપોરનો રખડતો હતો, અને મને એ વાતની ખબર થતાં મારાથી બન્યુમ્ તેટલું આપ્યું. એ ટહેલની ખૂબી એવી હતી કે હું જો શ્રીમંત હોત તો મોહોરને ઠેકાણે હીરાથી એ ગાગર ભરી આપત. કોઇએ અજાણ્યા થઈ તેટહેલ શી હતી એમ પૂછ્યું ત્યારે એણે ખુશીથી દિહો ભણી બતોવ્યો.

सागरको जल सोस घर, जा घरमें ज्यौं तोष;
नागरके भर कोष रु, गागर गरीब प्रदोष.

કાવત્રાખોરોએ ધાર્યું કે હવે એ ઝખ મારેછે. તેઓ બોલી ઉઠ્યા કે જહાંપનાહ, બીરબલના મ્હોંની જ કબુલાત આવી ચૂકી. હવે આપ ધણી છો ચાહે તે કરો. અકબરનો ગુસ્સો પણ આ દેખીતું બેહયાપણું જોઇને જાગૃત થયો. તે છતાં તે તે ન બતાવતાં ગંભીરાઇથી એટલું જ કહ્યું કે બીરબલ, તને આ ટહેલમાં શો ચમત્કાર લાગ્યો કે તું તે પર આટલો ફિદા થઇ ગયો છે.

બીરબલ બોલ્યો, મારી કસમજ પ્રમાણે જે મને સૂઝેછે તે કહ્ય્ંછું. આપ જાણોછો કે ઉન્હાલમાં તાપ પડેછે તેના જોરથી સાગરના પાણીની વરાળ થઇને ઊંચે ચડેછે અને તેનાં વાદળ થાયછે. એ પાછાં પૃથ્વી ઉપર પડે છે ત્યારે વરસાદ કહેવાય છે. એ ઉપર આ સાહિત્ય છે. બપોરે બહુ તાપ પડતો હશે તે વેળા કોઈ કવિએ સૂર્યને આ પ્રમાણે કહ્યું. તું તપે છે. તેથી વધારે તપ. જા, તારી મર્જીમાં આવે તેટલું સમુદ્રનું પાણી સોસી લઇને તારા ઘરમાં (વાદળમાં) ભર, પણ સાંજને સમે નાગર નામ નગરવાસીઓના કોષ કહેતાં ટાંકાઓ ભરી નાંખજે, અને હું ગરીબતો બારણે એક આ ગાગર મૂકી છાંડીશ તે ભરી આપજે એટલે થયું. પ્રદોષ કહેવાનું કારણ એ કે વરસાદ આવવાનો વખત ઘણું કરી સાંજજ છે.

આ સાંભળી બધા દિંગ થઇ ગયા. ખટપટીઆનાં મ્હોંતો કાળામેશ જેવા દેખાયા, અને નીચેથી ઉંચું જોઇ શક્યા નહિ. અકબરશાહ અણ સાનંદાશ્ચર્યથી બીરબલની સામું જોઇ રહ્યા અને આંખામાં અપૂર્વ વહાલ ઝલકી ઉઠ્યું. પછી બીરબલે કહ્યું કે હું તો એનો અર્થ આ પ્રમાણે સમજાવુંછું. કોઇએ બીજો અર્થ આપને કહી બતાવ્યો હોયતો તે બોલે પણ કોણ જવાબ દે? કોઇના મ્હોમ્માંથી એકે અક્ષર નીકળ્યો નહિ. ત્યારે બીરબલે બાદશાહને પગે પડી કાંઇક માઠું લાગ્યું હોય તેવી રીતે કહ્યું કે સાહેબ આ બેવકૂફ ચૂગલીખોરોએ મારે વાસ્તે જે જે વાતો ભરાવી છે તે હું જાણુંછું આ દોહરાઓ અર્થ એ મૂર્ખાઓ શું કરે છે તે મેં સાંભળ્યો છે, પણ એ અર્થમાં શી ભલીવારી છે? મને નવાઇ લાગે છે કે આપે પણ એ બેવકૂફોનું કહ્યું કેમ ખરૂં માન્યું. બંદેનવાજ વિચાર કરો, જું જો એવો ઘર ભરનારો અને વગવસીલાજ ચલાવનારો હોઊં તો એવો આરોપ મૂકનારને હું જાહેર રીતે ઇનામ પણ આપું? ચોર હોય તેતો વધારે સતો થાય.

બાદશાહે કહ્યું કે, બસ બીરબલ, હવે તું એ વિષે વધારે બોલજ નહિ. મારી ખાત્રી થૈ કે તું બેગુનાહ છે. પણ તું આવ્યો તો સારું થયું કેમકે મને તારા વિના ગમતું નહોતું. બીરબલે કહ્યું કે સાહેબની તો મારા ઉપર સદા મહેરબાનીજ છે, પણ આ ખટપટીઓએ મારા ઉપર બીજા પણ આળ મૂક્યા છે તેની તપાસ થવી જોઇએ. તેઓએ સાહેદીપૂરાવા ભેગા કર્યા છે તે હાલના હાલ જોવા જોઇએ.

બાદશાહે તો કહ્યું કે તેની જવે કાંઇ જરૂર નથી. પણ બીરબલનો આગ્રહ જોઈ તેઓને કહ્યું કે તમે સાહેદીપૂરાવાનું કહેતા હતા તે બતાવો. તેમનાં તો હાંજજ નરમ થઇ ગયા હતા. તેઓએ ઘણાંએ ગલ્લાંતલ્લાં માર્યા, અને બાનાં કાઢ્યાં કે લોકને કહે અમે ભમાયા હતા પણ બીરબલે તેમને છટકવા દીધા નહિ. પોતાની રૈયતમાનો એક વાણીઓ ત્યાં બેઠો હતો તેની તર્ફ આંગળી કરીને કહ્યું કે આ લુચ્ચાને અહિયાં કેમ આણ્યો છે? એની શી ફરિયાદ છે? તે તો હાથમાંથી કાછડી લઈને ધ્રુજતે ધ્રુજતે બોલ્યો કે બાપજી કાંઇ નહિ. બાપજી કાંઇ નહિ, તમેતો માબાપ! મા બાપ છો! મારા માબાપ! મારી સાત પેઢીના માબાપ! આ દેખાવથી આખી કચેરીને ઠીક રમુજ થઇ. પણ જે કારભારીએ તેને ચડાવી રજૂ કર્યો હતો તેનું નામ દઇ બીરબલે કહ્યું કે, મિંયાસાહેબ, એ હેમકને તો બોલવાનું કાંઇ ભાન નથી પણ આપે હજૂરને ખાનગીમાં કહ્યું હતું તેમ જાહેરમાં કહી સંભળાવો કે મારી તર્ફનો કાંઈ ખુલાસો હોય તે આપું. એ મિયાંએ ઉડાવવાનું તો બહુ કર્યું, પણ ચાલ્યું નહિ. બાદશાહે જાતે જ પૂછ્યું કે એને કેદમાં નાખી બીરબલ કેટલા રૂપિયા ખાઈ ગયો છે? હવાબ દીધો કે દશેક હજાર રૂપિયા કાંઇ કહેતો હતો ખરો. બીરબલે કહ્યું એમ નહિ. બરાબર આંકડો જોઇએ. વાણીયા, ગભરાઇશમા. તને બરાબર યાદ હશે તેથી તુંજ બોલ. તેણે કહ્યું કે અગીયાર હજાર રૂપિયા ૯ આના અને ૯ દોકડા, બીરબલે કહ્યું, બરાબર, પણ મિંયાસાહેબ એ રૂપિયા હું ખાઇ ગયો તેનો શો પુરાવો? એમ કહી પોતાનાં બધાં દફતર જોડે આણ્યાં હતાં તેમાંથી દિલ્હીનું ખાતું મંગાવી પાદાશાહને કહ્યું કે, સાહેબ, જુઓ એ રકમ રીશેરેશ મ્હેં જમે આપીછે. ખરી? રાજા ટોડરમલ્લ તર્ફ જોઈ કહ્યું કે દિવાનજી, હજુરમાંથી દફતર મંગાવી તપાસો કે તેમાં એ રકમ જમે આવી છે કે નહિ તે માલમ પડશે. તેમ કરતાં બીરબલ કેવળ નિર્દોષ ઠર્યો અને પેલા ચાડીયાને લાખ દામ દંડ તથા વાણીયાને ગધેડાની સ્વારી મળી. એ રીતે બીરબલની સામે જે તર્કટ ઉભું થયું હતું તે તદ્દન તૂટી પડ્યું, અને પાદશાહની મહેરબાની હતી તેથી પણ વિશેષ થઇ. બધા દરબારીઓ બીરબલની ભલાઈના વખાન કરવા લાગ્યા, અને બોલ્યા કે અમે તો અગાઉથી જ જાણતા હતા કે બીરબલ એવું કામ કરે નહિ. ખટપટમાં જેનાં નામ ખુલ્લાં પડ્યાં હતાં તેમણે તો ધીમે ધીમ ઉઠીને કાળું જ કરવા માંડ્યું. એમ કરતાં કરતાં છેક રાજા ટોડરમલ્લ, ફૈઝી, અબુલ ફઝલ, જગન્નાથ પંડિત વગેરે ખાસ વિદ્વાન મંડળ જ રહ્યું અને તે તો સર્વે બીરબલના મિત્ર જ હતા. ત્યારે પાદશાહે હસીને કહ્યું કે, બીરબલ ત્હેં બધાનો વહેમ દૂર કર્યો, પણ મને તો એમાં બધું તારૂં તર્કટ ભાસે છે. જગન્નાથરાય, આ દુહો તમે કોનો બનાવેલો ધારો છો? જગન્નાથે જવાબ આપ્યો કે જગતમાં એવી કવિતા કરે એવો કાળિદાસ કે બીરબલ વિના બીજો કોણ છે? અરંતુ કબિરાયને જ, મહારાજ પૂછશો તો આપની સમક્ષ એ યથાર્થ કહેશે, કેમકે એ સમજે છે કે -

बात बढाके बोल मत, जुठे बढे जन मोत;
नागरकोही नागगर, एक हर्फ मेम होत.

અર્થ:-વાત વધારીને કહેવી નહિ, કેમકે જૂઠું બોલ્યાથી માણસનું મોત વધારે થાય છે. નાગર શબ્દ આવો ઉત્તમછે તો પણ તેમાં એક અક્ષર (ગ) વધવાથી નાગગર કહેતાં સાપનું ઝેર થઈ જાય છે.

બીરબલે નમ્રતાથી જાહેર કર્યું કે સાહની સન્મુખ સાચ સિવાય બીજું હું બોલનાર નથી. એ દુહો મારોજ બનાવેલો છે, અને એ ટેહેલીઓ પણ મારે કહેથી જ આવ્યો હતો. એ લુચ્ચાઓ કેવાં નજીવાં તહોમત પણ મૂકતાં કાંઇ વિચાર કરતા નથી, અને તેમાં મરી મસાલો ભભરાવીને આપની આગળ કેવી ચાડીઓ ખાય છે તે ઉઘાડું પાડવાને માટે આ ખેલ કર્યો હતો તેને માટે હું માફી માગું છું, અને શપથ ખાઇને કહું છું કે મેં એક દમડી પણ હરામની ખાધી નથી.

બાદશાહે કહ્યું કે એ વાતની તો પૂરાવાને સાથેજ ખાત્રી થઇ છે. માટે બોલ નહિ, પણ જરા કહેવું પડે છે કે લોકોની સાથે મીઠાશથી ચાલ્યો હત તો ઠીક. ટોડરમલ રાજા બોલ્યા કે, જહાંપનાહ, ઉધારતદારનું કામજ એવું છે, માટે તે કોઈને મીથો લાગે નહિ. બાદશાહ કહે, એમ તો કેમ કહેવાય? અમારા રાજમાં કરોડની ઉઅપ્જ છે, પણ કોઇએ અમારૂં વાંકુ બોલતું નથી. ટોડરમલ્લે હસીને કહ્યું કે એ કરોડો રૂપિયા આવા ઉધરાતદારજ પેદા કરે છે. અને તેને તો લોકો ગાળોજ દે છે. આપનું કામ તો એ પૈસા ખરચવાનું રહ્યું. એટલે આપની ઉદારત વખણાય એમાં કાંઇ આશ્ચર્ય નથી. આપજ વિચાર કરોની કે બીરબલે જે પૈસા ઉઘરાવ્યા તે કોને સારૂ?

तरनी भरनी करत सो, बिन घन किस्के काज;
मे' सूली सूली लगे, राजा राजाधिराज।

અર્થ:- તરણી કહેતાં સૂર્ય જે તપી તપીને ઉન્હાળામાં પાણીની ભરણી કરે છે તે વરસાદ સિવાય બીજા કોને વાસ્તે? તોપણ એ જગતનો ધારોછે કે મહેસૂલ ઉઘરાવવા માણસ સૌને શૂળી જેવા લાગે, અને તેજ પૈસા ખરચનાર રાજા તે મહાઉદારને રાજાધિરાજ કહેવાય.

કોઇએ કહ્યું કે મહેસૂલનું કામ તો એવું ખરૂં, તોપણ મીઠાશ રાખી હોય તો ફેર પડે ખરો. મુલ્લાં ફૈખીએ કહ્યું કે કાંઈ નહિ, સૂરજના દૃષ્ટાંત ઉપરથીજ વિચાર કરો.

हसहस जल चूसे रवि, घन बरसे हो घोर;
तदपि मेथ महाराज रू, दिनकर कठिन कठोर

અર્થ:- સૂરજ હસીહસીને જળ ચૂસી લે છે, અને વરસાદ કાળું ભયાનક રૂપ ધારણ કરીને વરસે છે તોપણ વરસાદ તે મેઘરાજાજ કહેવાય છે, અને સૂરજ દિનકર કહેતાં દિવસનો કરનાર છે તે છતાં પણ તે તપે છે ત્યારે તેને કઠિણ એવામ્જ વિશેષનો અપાય છે. કહેવત છે કે લૂખાં લાડ શા કામનાં , અને દૂઝતી ભેંસની પાટુ પણ સારી.

અકબરશાહ પ્રસન્ન વદને બોલ્યા કે આજ તો પાછો કવિતાવિલાસ ઠીક ચાલ્યો. ફોજદારી કામ તપાસાયું અને તેની જોડે ઉન્હાળાના સૂરજની કવિતા થઈ. જગન્નાથરાય, હવે એ વિસે તમે પણ કંઈક કવન કરો કે સભા બરખાસ્ત કરીએ.

જગન્નાથ પંડિત કવિતા રચે છે એટલામાં એ દિવસની હકીકત પૂરી અક્રવાની અબુલ ફઝલે પોતાના મુનશીને તાકીદ કરી, અને ધમકાવ્યો કે હુંલખાવું છું તે લખતા આજ કેમ આટલીવાર લગાડે છે. તેણે કહ્યું કે હઝરત, દુઆતમાં પાણી નાખી નાખીને થાક્યો પણ આ તાપને લીધે સાહી સૂકાઇજ જાય છે. આ રકઝકનો અવાજ બાદશાહને કાને ગયો તેથી પૂછ્યું કે મુલ્લાંજી સાહેબ શું છે? જગન્નાથ બોલી ઉઠ્યા, કે મહારાજ એ વાતનો ખુલાસો મારી કવિતામાં આવશે એમ કહી નીચે પ્રમાણે કહ્યું:

हर्ख अर्धदे अर्कको, नर धर्मिष्ट प्रभात;
तपे दुपो'रे तब सबी, दरिया अरु दुआत।

જે ધર્મ બુદ્ધિવાલો માણસો છે તે તો પ્રભાતમાંજ હરખથી સૂર્યને અર્ધદાન દે છે, પણ એવા થોડા હોય છે. ઘણાખરા તો બપોરે સૂરજ તપીને બળાત્કારે તેમની પાસે પાણી ઝરાવે છે ત્યારેજ આપે છે - પછી તે દરિયો હોય કે દુઆત. મતલબ કે ધનવાન માણસને આપવું ગમતું નથી અને તેની પાસે લેવાને માટે બળાત્કાર કરવો પડે છે. માટે દશ વર્ષની ચઢેલી મહેસૂલ વસુલ કરવાને અર્થે આ શ્રીમંત શેઠીયાને કેદમાં મોકલવો પડ્યો હોય તો એમાં કાંઇ નવાઇ નથી.

આ સાંભળી બધી સભાના દિલ રંજન થયા અને બાદશાહે કહ્યું કે આ શાસ્ત્રી મહારાજે તો તારા પક્ષનો શાસ્ત્રાર્થ પણ કહાડી આપ્યો. બીરબલ કહે, મહારાજ, નઠોરને માટે તો ચૌદમું રત્ન આ પ્રમાણે દેવતાઓથી પણ ચાલતું આવે છે.

કવિઓની બીજો મેળાવદો પંદરેક દહાડા પછી થયો, કેમકે એ દરમ્યાન બાદશાહ ભારી ધર્મચર્ચામાં ગુંથાયો હતો. એ ધરમ્ સભામાં પણ બીરબલ બાદશાહની હજુરમાં ને હજુરમાં રહેતો, અને વખતે અલગ જોઈ બધાને હસાવતો, તોપણ કવિતારંગ ઉઠાવવાની હિંમત ચાલ્તી નહિ. જગન્નાથ, ફૈઝી વગેરે જે સઘલા વિષયમામ્ કુશળ હતા તેતો ધર્મચર્ચાના રંગે ચડ્યા હતા. તેથી બાદશાહને આજે કવિતાવિનોદનું મન થઇ આવ્યું હતું.

સભા મળ્યા પછી બાદશાહે કહ્યું તે દિવસે જગન્નાથે બહુ સારો દુહો કહ્યો હતો. ફૈઝી ઉમળકાથી બોલી ઉઠો કે એમાંનું "हर्ख अर्धदे अर्कको" એ ચરન તો મારા કાનમાં રમ્યાજ કરે છે અને કોણ જાણે એમાં શો ચમત્કાર છે તે કહી શકાતું નથી. બાદશાહે કહ્યું કે ત્યારે તમે સઘળા રસશાસ્ત્રીઓ મળી એનો વિચાર કરો.

પેલા જોશીકવિએ કહ્યું કે મારી નજરમાં એમ આવેછે કે એમાં ત્રન પ્રાસનો થડકારો આવ્યો છે તે કારણથી એ ચરન મનોહર લાગે છે.

ફૈઝીએ કહ્યું એ એમતો નથી. શબ્દના જોડાવાથી કાંઇ આટલો રસ જામે નહિ. એતો બાળખેલ કહેવાય. જોશીએ કહ્યું કે એમ શા માટે? શબ્દાલંકારની પણ મઝા ઔર છે. ફૈઝી કહે, એ બધું ખરૂં, તો પણ ઝડઝમકના ઝમકારાથી તો બાળક હોય તેજ રીઝે. જોશી ચીડવાઈને જવાબ દીધો કે એમ હોય તો વિદ્વાનો અને અલંકારમાં શા માટે ગને છે.

આ રીતે તકરાર વધી જવા આવતી હતી, પણ એટાલામાં જગન્નાથ પંડિત બોલ્યા કે અકેકાના મુદ્દા સમજ્યા શિવાય નકામા શું કામ વઢો છો. ફૈઝી કહે છે તે પણ ખરૂં છે અને જોશીબાવા કહે છે તે પણ ખરૂં છે. ખરૂં વિવાદસ્થળજ એ છે કે અર્થ વિના રસની ઉત્પત્તિ હોય જ નહિ અને તે છતં શબ્દાલંકાર શા માટે કાવ્યને શોભાવે છે, એ પ્રશ્નનું વિવેચન કરવું જોઇએ. આ સાંભળી બધાએ જોયું કે વિવાદસ્થળ તો ખરેખરૂં એજ છે, પણ તેનું સમાધાન શું તે કોઇને સૂઝે નહિ. જગન્નાથ પંડિત તો આટલું કહી જોઇનેકજ ચુપ બેઠા હતા. બાદશાહે બીરબલને કહ્યું કે તું કેમ કાંઈ આ વિસે બોલતો નથી.

બીરબલ બોલ્યો:- મહારાજ હું, શા સ્ત્રબાસ્ત્રમાંતો કાંઈ ઝાઝુ સમજતો નથી. પણ એ ચરણ મને સારૂં લાગે છે તેનું કારણ મારા મનમાં તો એ છે કે "हर्ख अर्धदे अर्कको" એવિ ત્રિપુટપ્રાસ સાંભળતાંજ બ્રાહ્મણો ત્રણ અર્ધ આપે છે તે મારી આંખે દેખાઈ જાય છે.

જગન્નથે કહ્યું, શાબાસ સંસ્કારી બીરબલ, તું તો હસવામાં અને સહજ જાણીને બોલે છે પણ એજ શબ્દાલંકારના શાસ્ત્રનું હાર્દ છે. પૃથ્વીપતે, રસિક ફૈઝી કહે છે તેમજ ઝડઝમકના ઝમકારા જાતે કાંઈ કામના નથી, અને તેથી બાળક શિવાય કોઈ પણ રિઝે નહિ. પરમ્તુ જ્યારે તે શબ્દની ધ્વનિ ઉપરથી કાંઈ અર્થની વ્યંજના નીકળે ત્યારે તે રસનું કાઅણ થઇ પડે. ઘણા માણસ એવી વ્યંજના સ્પષ્ટ સમજી શકતા અન્થી, તો પણ તેના અંતરમાં કાંઈ એનો આભાસ પડે છે અને તેથી એને આનંદ થાય છે. જે શબ્દની ધ્વનિમાં કાંઇ વ્યંજના રહેલી નથી તે માત્ર બાળખેલજ છે. એજ કારણથી એક કવિની ઝડઝમકોથી વિદ્વાનો રીઝે છે અને બીજાની ઝડઝમકો એવી હોય છે કે તે સાંભળી હસવું જ આવે છે. શબ્દાલંકાર સારો કયો ને નઠારો કયો એ ઓળખવામાં બહુ બારીક બુદ્ધિનું કામ પડે છે, અને તેથી ગામડીયાઓતો ચાર ચચ્યા મમ્મા વધારે મેળવેલા હોય તો તે જોઇનેજ વધારે રાજી થાય છે. આ પ્રમાણે જગન્નાથપંડિત વ્યાખ્યાન કરે છે એટલામાં આકાશમાં વાદળ ચડી આવ્યું અને ચોમેર ઘનઘોર થઇ રહ્યું. આ જોઇ સઘળાંના મન રાજી થયાં, કેમકે ઉન્હાળો જઇને ચોમાસું બેઠું હતું અને લોકો ક્યારના વરસાદની ફિકર કરતા હતા. સઘળા હરખથી આકાશભણી જોવા લાગ્યા. બાદશાહે કહ્યું કે ફૈઝીમ, તું કાંઇ આ પ્રસંગને ઔસરતી કવિતા કર. ફૈઝીનું અંતઃકરણ આ ઇશ્વરલીલા જોઇને ઉભરાઇ રહ્યું હતું અને તેથી તે નીચે પ્રમાણે બોલ્યો:-

तृषित धराके शिर धरा, अधर उठाके आन;
सागर खारा कर मिठा, धन्य धनी भगवान

ભાવાર્થ:- આખી પૃથ્વી તૃષાતુર થઇને પાણી પાણી કરી રહી હતી તેથી પરમેશ્વરે અધર ઉઠાવીને તેના માથા ઉપર દરિયાનેજ લાવીને મૂક્યો અને વળી તે ખારો હતો તેને મીઠો કર્યો. ધન્ય છે સૌના મહાદયાળુ ધણી ઈશ્વરને!

બાદશાહ બોલ્યા કે ફૈઝીએ બહુ મઝેની વાત કહી. બેરબલ કહે, મહારાજ, એ સાહિત્યના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. એમાં જે કહ્યું તે બોલેબોલ ખરૂં છે અને તે બોલેબોલમાં રસ છે. દરિયામાંથી ખારૂં પાણી મીઠું થઈને ઉંચે ચડે છે અને અધરનું અધર આપણે માથે આવીને ઉભું રહે છે એમાં કાંઈ ખોટું નથી. ખરી કવિતાવાળી ઇશ્વરસ્તુતિ તે આનું જ નામ!

એવામાં મંદ મંદ પવન આવવા લાગ્યો અને મેઘરાજા લાવલશકરની સાથે પધાર્યા. એ મઝા લેવાને બાદશાહ ઝરૂખામાં જઈને બેઠા, અને બીજાઓ ફરતા ફરતા ત્યાં ઉભા રહ્યા. સઘળાના જીવમાં આનંદ આનંદ થઇ રહ્યો અને થોડા વખત સુધી કોઇ કાંઈપણ વાત અક્રવાનું સૂઝ્યુ નહિ. પછીથી રાજા ટોદરમલ્લ બોલ્યા કે વાહવા ! દુનિયાં આબાદ થઇ ગઇ ! અકબરશાહે કહ્યું કે "રાજા તો મેઘરાજા, ઔર રાજા કાયકા" એમ જ કહેવાય છે તે ખરૂં જ છે. બીજા કોની મગદૂર છે કે એક પલકમાં દુનિયાંને આ પ્રમાણે આબાદ કરી શકે.

જગન્નાથે કહ્યું કે, મહારાજ ખરૂં કહો છો. રાજનિતીમાં પણ મેઘરાજને વખાણ્યો છે.

केसो राज चालवनो, मे'सो शीख सुजात;
ले सो लगे न लोगको, दे सो सुख साक्षात

અથ:- હે, ઉંચા કુળના રાજપુત્ર, રાજ કેમ ચલાવવુમ્ તે તું મેઘરાજાની પાસેથી શીખ. તે લોકો પાસેથી લે છે તે કોઇને કાંઇ પણ જણાતું નથી અને આપે છે તે તો બધાને સાક્ષાત સુખરૂપ માલમ પડે છે.

ટોડરમલ્લે કહ્યું, એ બરાબર વાત છે. મેઘરાજા વરાળરૂપે બધા પાસેથી પાણી ખેંચી લે છે તે કોઈને કાંઇજ જણાતું નથી, પરમ્તુ જ્યારે વૃષ્ટિ રૂપે તેનું તે જ પાની જગતને પાછું આપે છે ત્યારે વાહવા થઈ રહે છે. વજવેરા ઉઘરાવવાની ખરી રીત એજ છે. એનો પહેલો નિયમ એવો છે કે તે સઘળા પાસેથી લેવા અને પક્ષાપક્ષીથી કોઇને બાતલ આખવા નહિ. એ બાબતતો પંડિતરાજે પ્રથમ જ કહ્યું હતું કે, "दरिया अरु दुआत" ઔની પાસેથી મેઘરાજાની મહેસૂલ લેવાય છે. બીજો નિયમ એ છે કે બધા પાસે લેવું ખરૂં પણ જેવી જેની શક્તિ. આ નિયમ પ્રમાણે બરાબર કોઇ રાજાથી વર્તી શકાતું અન્થી. પણ સૂર્યનારાયણના હાથમાંતો અદલ કાંટો છે. સાગરમાંથી સાગર પ્રમાણે, ને ગાગરમાંથી ગાગર પ્રમાણમાં જ વરાળ ઊંચે જાય છે. ત્રીજું ને ખરૂં કહીએ તો મુખ્ય વાત એ છે કે સઘળા વજેવેરા લેવા તે લોકના લાભને માટેજ લેવા. એ વાતમાં પણ મેઘના જેવું પરમાર્થપણું ક્યા રાજનું નીકળવાનું હતું? ચોથો નિયમ એ છે કે શક્તિ પ્રમાણે મહેસૂલ લેવું એટલું જ નહિ, પણ કકડે કકડે એવું લેવુંકે કોઇનેજરાએ ભારે પડે નહિ. એ વાતમાં પણ મેઘરાજાની બરાબરી કોઇ કરી શકે એમ નથી. એ એટલું થોડું લે છે કે કોઇથી દેખાતું નથી. મતલબ કે જેમ જેમ વિચાર અક્રીએ છઇએ તેમ તેમ મેઘરાજની નીતિ સર્વોપરી માલમ પડે છે. એ બાબત કોઇ કવિ કહે છે કે:-

सागर सागर सर्वकी, शक्तिवत सुख मूल;
अल्प अल्प अदश्य रूप,मेघ लेत मे;सूल

  1. સંતોષ, મન ધરાય ત્યાં સુધી