← પ્રાપ્તિ અંગ અખાના છપ્પા
પ્રતીતિ અંગ
અખો


પ્રતીતિ અંગ

રિ પામવા સૌ તપ કરે, અખો હરિમાં મેળે ફરે
મારે સમરસ શેજ સંયોગ, સાવ સ્વતંતર પામ્યો ભોગ
જેમ ભરસાગરે તીમિંગલ રમે, હું હરિમાં તો દેહ કોણ દમે. ૨૫૭


પેરેપેરે મેં જોયું મથી, જે હરિવિના પદારથ નથી
તો આઠ વેંતનો હું જે ઘડ્યો, તે તે ક્યાં અળગો જઇ પડ્યો
એમ જોતાં હરિ લાગ્યો હાથ, ટળ્યો અખો ને એ રહી આથ્ય. ૨૫૮


મેરણ જે ઉસરણ કર્મ, હરિ મારગમાં જાણે શ્રમ
શ્યાથું લૈને શ્યામાં ભરૂં, અખંડ બ્રહ્મની ખંડણા કરૂં
અખા એ ત્યાં છે અદબદ, અહંપણાની ચૂકી હદ. ૨૫૯

નુભવી જ્ઞાન ત્યાં એવું કથે, કર્મ ધર્મ ભાજી કરે જથે
આતમતત્વ માંહેથી ધરે, નામરૂપ કુચા શું કરે
એમ અખા ત્યાં કીધી આથ્ય, હવે કામ શું ઝાલે હાથ. ૨૬૦

છાંછળ માંછળની નહી વાત, એ તો રમવી વાત અઘાત
ખોવું મન ને લેવી વસ્ત, નાખ્ય નસંક લાધે નહિ અસ્ત
કે તુટે કે અડે ન આડ્ય, અખા હરિ અર્થે હડિયું કાઢ્ય. ૨૬૧

ક્યાંથો અવસર પામ્યો વળી, મોતી વેહે પરોવા વીજળી
મરે ત્યાંહાં તો સૌ કો મરે, પણ સુરતે જે સ્વામી અર્થ કરે
અખા પામું હરિ કે ખોઉં સંસાર, સર્વ નિગમું કે પાળું બાર. ૨૬૨

પ તિરથ શ્યાવડે હથિયાર, પુરુષ ચીંથરાનો એ સંસાર
તે ઉપર આયુધ શ્યાં વહે, મારીશ કેને તે તું કહે
પેસ ખેતરમાં ઘાલી હામ, ભ્રમ કશો ન અખા રૂપ નામ. ૨૬૩


શબ્દોનાં અર્થ (લોકબોલી તથા ભ.ગો.મં.ના આધારે)

ફેરફાર કરો
  • શેજ = સહજ
  • તીમિંગલ = ?
  • આથ્ય = પૂંજી; માલમિલ્કત; પૈસોટકો
  • ઉસરણ = [ સં. ઉત્ ( નીચે ) + સૃ ( જવું ) ]ઘટાડો; કમી થવું તે; ઉતાર.
  • શ્યાથું = શાથી ? શામાંથી ?
  • ખંડણા = ખંડન, ભંગાણ. ખામી, ખોટ
  • અદબદ = અદ્ભુત, આશ્ચર્યજનક.અલૌકિક.
  • કથે = કહે
  • ભાજી કરે જથે = થોકબંધ ફજેતી કરવી.
  • છાંછળમાંછળ = ઉપરઉપરનું; ઉપલકિયું; એલફેલ. જેવુંતેવું; સાધારણ.
  • અઘાત = મુશ્કેલ; અઘરૂં; ગહન.
  • વસ્ત = ચીજ કે વસ્તુ.
  • નસંક = [ સં. નિઃશંક], નિર્ભય; નીડર. નાક સાફ કરવું તે (?)
  • હડિયું કાઢ્ય = નકામી દોડાદોડ.
  • નિગમવું = ટાળવું; નાશ કરવો; કાઢવું; દૂર કરવું. વહી જવું; ગુજરવું; વીતવું.