← મહાલક્ષ અંગ અખાના છપ્પા
વિશ્વરૂપ અંગ
અખો
સ્વભાવ અંગ →


વિશ્વરૂપ અંગ

ળા ચર્મકેરાં બૌ રૂપ, નટ દેખાડે ભાત્ય અનુપ;
ચામખેડામાં બેઠો છપી, રમી રૂપ છપાવી લે ખપી;
ખેલ ચાલે જે દીપક વડે, તેને અખા કાંયે નવ નડે. ૧૫૦


ક્ષ ચોરાશી ખાણે જંત, પડતાં ન મળે ઇશ્વર અંત;
દીપક તે પર્મ ચૈતન બ્રહ્મ, જેવડે ચાલે ઇશ્વર કર્મ;
અખા એમ સમજી રહે જેહ, તેને નથી કોઇ કાળે દેહ. ૧૫૧

પ્રભુ પામવા મારગ એક, સદગુરુશરણે જ્ઞાન વિવેક;
બીજા મારગ કોટાકોટ, રહે આવર્યા ગુણની ઓટ;
અખા નૌકાના મુષક જ્થા, વાર પાર ન જાણે કથા. ૧૫૨

સ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ;
ફળ તેનું તે જ્ઞાન વિવેક, જેમ તેમ કરી હરિ જાણે એક;
સમજી અખા સર્વ ધોઇકાઢ, નૈંતો હરિમાર્ગમાં થાશે આડ્ય. ૧૫૩