← જીવ અંગ અખાના છપ્પા
વેદ અંગ
અખો
અજ્ઞાન અંગ →


વેદ અંગ


વેદે વિચારી જોયો બ્રહ્મ, વિશ્વ તે શું ને કેનો કર્યો મમ;
વિચાર કરતાં બેઠું ઘાટ, એમ ચાલ્યો જાય સેટ મીથ્યા ઠાઠ;
સત ચૈતન્ય ને મિથ્યા માય, અખા એમ દીઠો પરવાહ. ૫૦૩

ઠેરાવીને લખિયો લેખ, પંચભૂતને તેવો શેષ;
તત્ત્વે તત્ત્વની ઉપજ ગણી, માંય ચૈતન્યતા ચૈતન ધણી;
લક્ષ ચોરાશી બીબે ભાત્ય, એ અખા વેદના મનની વાત. ૫૦૪

પ્રવાહ ચાલ્યો જાય એણે મર્મ, જીવાપત્તિ આળેખ્યાં કર્મ;
તેર કાંડ ધૂમમારગ લખ્યો, છેલ્લી વારે અરચી ઓળખ્યો;
ઉપન્યા કેરો કર્યો નિષેધ, અખા ઉપનિષદ માથું વેદ. ૫૦૫

નેતિ નેતિ નો એહજ અર્થ, ઉપન્યું ગયું તે જાણ્યું વ્યર્થ;
શેષ લહી કહ્યું નેતિ નેટ, હાથ ખંખેરયો એણે હેટ;
અખા ચૌદમું પ્રીછ્યા પખે, જીવ ગૂંથાણો તેરને વિષે. ૫૦૬

તેર કાંક માયાનું જાળ, કર્મ ફળ જીવ ઈશ્વર કાળ;
એ સર્વ ઘાટ બેસાડયું વેદ, વિપત કલ્પી કીધો ભેદ;
અખા ખટકે નહીં જે તેર, ચૌદ વાળી તે ચાલી શેર. ૫૦૭


વેદની જુક્તિ પુરાણે ગ્રહિ, તેને ઈશ્વરપદ રાખ્યું સહિ;
મોટાં ચરિત્ર ત્યાં ઈશ્વરા કહ્યાં, સાધારણ તે જીવમાં ગયાં;
સામર્થ્થ દેખી બાંધ્યું માન, અખા એ પુરાંતણું નિદાન ૫૦૮

વેદનો લક્ષ તે કૈવલ્ય રહ્યો, ઇશ્વરા લક્ષ તે પુરાને ગ્રહ્યો;
ઇશ્વરના ચોવીસ અવતાર, તે માંહે વળી સારા ઉદ્ધાર;
તેને સ્થળ વળી પ્રતિમા કરી, એમ અખા માયા વિસ્તરી. ૫૦૯

ચારે જુગનું એ વર્તમાન, પરંપરા જોતાં અનુમાન;
જ્ઞાનતણી નિરંતર સૂજ્ય, પ્રવાહ પડે કર્મ પ્રતિમા પૂજ્ય;
અખા ન ટળે દેહ અધ્યાસ, સવર્ગ મૃત્યુ પાતાળે વાસ. ૫૧૦

તે પોતે પરમેશ્વર આપ, રાખ્યો ત્યારે દ્વૈતનો થાપ;
એ આશ્ચર્ય તે કોને કહ્યું, જે પોતા સરખું સૌને લહ્યું;
અખા વિચાર્યા સરખી વાત, પૂછ્યું ત્યાં પરતંતર ભાત. ૫૧૧

જ્યાં જેમ થાય તેમ સેજે થાય, કર્તવ્યને શિર તે દેવાય;
અટક્યું ન રહે કાંઇ કાજ, આગળ આગળથો થાએ સાજ;
કરણહાર ન દીસે કોય, અખા સૌ એ કર્તા હોય. ૫૧૨

ખા પરમેશ્વર જોતાં અશો, કહ્યો ન જાએ કોયે કશો;
કોણ કળે ને કેને કળે, એકવડે સઘળા ચળવળે;
જેમ મેઘા બહુ બુંદે કરી, બિંદુ મેઘને જુવે કેમ ફરી. ૫૧૩

માંહિ બહાર ન જાયે કહ્યો, બાંધ્યો રુંધ્યો પોતે લહ્યો;
સહેજ સહજ ફુલ્યું આકાશ, ઉપજ સાથે અખા સમાસ;
આગળ સગુના નિપજતું જાય, પાચળ નિર્ગુન થઇ ભૂંસાય. ૫૧૪

પ્રત્યક્ષ પ્રમાણ ચાલ્યું જાય સદા, કોઇ સંભાળી જુવે જદા;
નિર્વેદ વિના સર્વે અવિવેક, મહાનિધમાંથી સર્વે ભેવ;
રમી રમી પાછે રસ થાય, અખો રામ એવાને ગાય. ૫૧૫

જે ઉપજે તે પાછું વળે, ચૌદ લોક લોકપાળે ટળે;
સૂનું ન રહે ફીટ્યા માટ, તેમનું તેમ બેઠું રહે ઘાટ;
દૃષ્ટ પદાર્થ તે દૃષ્ટ માન, અખા તેમનું તેમ નિધાન. ૫૧૬

મા જોતાં અખો તે કશો, બાધા મેઘમાં એક બુદ જ શો;
ફોરાનું તે શું પ્રમાણ, સાવ નિરંતર પાની જાણ;
જેમ છે તેમ ચે જ નિદાન, અળગું જાણવું એહ જ જાણ. ૫૧૭


ખે રામ એવો ઓળખ્યો, કાગળ મશે ન જાએ લખ્યો;
ફરતે બેઠે તે નવ મળે, નખશિખ લાગે તે નવ ચળે;
સહેજે સહેજ ઘલાણી હાં, અખા નિરંતર ફાવ્યો રામ. ૫૧૮

વાસ્તે અસ્ત પામ્યું મન જદા, દરિદ્ર હો કે હો સંપદા;
દરિદ્ર નવ ધેન સુખનું માન, જ્યારે પામ્યું મૂળ નિધાન;
આદિ કર્મ કીધે જીવ થયા, કારણ આદિ શાના પર રહ્યા. ૫૧૯

ખા વિચારે વેઠૂમ ઘાટ, આપેયાપ ચૈતનનો ઠાઠ;
પંડિત જાણ કહો એ મર્મ, અણજાણે શું સાધન ધર્મ;
વ્યક્ત કરે તે વક્તા ખરો, અખા અણજાણે ભૂલા ફરો. ૫૨૦

રતો રહે તો ખૂટે કર્મ, એ આશાય જાણાનો મર્મ;
જે તું જીવ તો કર્તા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી;
અખા એમ જાણે તે આપોઆપ, ગીતા વિષે હારી રાખ્યો થાપ. ૫૨૧

ગીતાને અધ્યાય સાતમે, ભક્ત ચાર કહ્યા તે સમે;
તેમાં ત્રણતણો હારી કહે હું ભૂપ, પણ જ્ઞાતા તે મારૂં નિજરૂપ;
કારી પ્રત્યે બહારે રમું, અખા અંતે ત્યાં વિરમું. ૫૨૨

સાને સમજે તે નર ખરો, ભણ્યે ગણ્યે માણે આફરો;
ભણીયા બહુ ભમતા ભાવમાંય, ભાત કુભાત વચ્ચે ના રહેવાય;
રઢ્યથી વાત કરે હરિતણી, અખા અક્ષર મતિ નહિ આપણી. ૫૨૩

જે વિરલા રસિયા હરિતણા, કેસરિસિંહ દીસે નહિ ઘણા;
સુભટનો સૈન્યમધ્યે વિચાર, તેમ માળામુદ્રા સારોદ્ધાર;
અનળપંખી અતિ ઊંચો જડે, અખા કોય દર્શન નવ કરે. ૫૨૪

ખા અક્ષરપદ તું ત્યાં રમે, જ્યાં ચવે નહિ ત્યાં વિરમે;
નીતિ નિવેદન એહ જ જાણ્ય, આત્મતત્ત્વ સઘળે પરમાણ;
ત્યારે સર્વ પડે પાધરું, જ્યારે હુંપણાનું આવે શરું. ૫૨૫

ળખ આપ હાવડાં હરિ મળે, બાહ્યથકો અંતર્ગત વળે;
અન્વય વ્યતિરેકે હરિ ભાળ, તુષને ત્યાગે રહે તે સાળ;
અક્ષર આપ અવસ્થા ફરે, અખા તુંજ આદ્યે મધ્યે સરે. ૫૨૬

હેલી હારીશું ;લાગી પ્રીત, તેણે ભાંગી લૌકિક રીત;
એમ કરતાં સગપણ નીકળ્યું, તેણે ત્યાં કાંઇ કહેવું ટાળ્યું;
સ્વામી સેવક પ્રીતે હતો ભાવ, સગપણ અખા સ્વાતંતર સાવ. ૫૨૭


માતા તન સઘળો સંસાર, પિતા પુત્રનો એક નિર્ધાર;
પિતા પુત્રને શરીર જ નથી, ભાસે તે ભ્રમની મોરથી;
માતા તન ને ધ્યાતા ધ્યેય, પિતા પુત્ર અખા નિઃશ્ચેય. ૫૨૮

કાંઇ ન જાણ્યે જાણ્યો રામ, જાણપણે ભૂલો નિજ ધામ;
જેમ જેમ અદકું જાનતો જાય, ત્મ ત્મ હુંના મળ બંધાય;
પદ્યપિ કથે જીવ બ્રહ્મજ્ઞાન, તોય અખા નહીં મૂકે માન. ૫૨૯

જાણ થાય બહુ વિદ્યાવડે, તેમ તેમ આવરણ અદકાં ચડે;
નિત્ય ધોતાં પટ રાતું થાય, પાણીનું પડ ચડતું જાય;
મૂળગું પટ જોતાં તે મેલ, અખા અજલિંગીપણું અલેલ. ૫૩૦

નિજ પણની ભૂલ્યે કરિ જીવ, ભૂલ ટળી તો સઅદા એ શિવ;
તે શિવ તો પોતે ચે સદા, વિદ્યાના મળ નોહે કદા;
અખા વસ્તુ તો સહેજે સહેજ, જીવ રહે તો પ્રાયઃ મળ સહેજ. ૫૩૧

મજ્યો નર શો બાંધે ઘાટ, આપાપર ટલી ગયો ચે નાટ;
અકસ્માત ઉપન્યો વિચાર, અસત્ય નિત્ય બાંધો સંસાર;
અનંત બ્રહમાંડનો દ્રષ્ટા, અખો કહે શરીર આદે દઇ વ્યાપ્ત. ૫૩૨

ખા વિચાર્યા સઅરખી વાત, વિચાર્યા વિના થાય ઉત્પાત;
વેદ ચાર બ્રહ્માના કહ્યા, સ્મૃતિ પુરાણ ઋસિ ઉચ્ચરયા;
ચવ્યો પદારથ સર્વે કહ્યો, અચવ્યો ત્યાં અભોગતા રહ્યો. ૫૩૩

જે રહિયો વ્યાપી વિસ્તરી, તેની ત્યાં કથા નવ કરી;
ધર્મે કર્મે લાગ્યા બહુ લોક, સોદો ન થયો રોકારોક;
નગદ માલ ઉધારે પડ્યો, એમ અખા જીવા તો રડવડ્યો. ૫૩૪

યાં અખા કોઇ શું કરે, જો માયા આડિ પરપંચ ધરે;
જેમ અશ્વઅશ્વિની ભોગવે, નેત્રે પટ બાંધ્યો જોગવે;
પટ ચોડી દેખાડે તુરિ, અખા એવી નિપજ ખરી. ૫૩૫

ણી પેરે એ ત્યાં થાય, જે વડે પરવાહ ચાલ્યો જાય;
તેનો કોય ન જાણે મર્મ, દેખે જીવનેજીવનાં કર્મ;
અદૃષ્ટ પદારથ થાયા દૃષ્ટમાન, અખા સમજ તો સમજે સાન. ૫૩૬

મૂર્તિ મૂર્તિ આ સહુ, અણનામીનાં નામ જ બહુ;
અકર્તા કર્મ સર્વે કરે, અનિર્વચનીય વચન ઉચ્ચરે;
અખા એમ ખરા તે માન, બીજી વાત ના ઘાલીશા કાન. ૫૩૭


રબ્રહ્મ જોવાને મંન, બહુ ભાંતાનાં કરે જતંન;
પૂતળિને કેમ જુવે ચક્ષ, દેખણહાર પૂતળિ છે મુખ્ય;
દર્પણ માંડી જોવા જાય, તેહ અખા નિજ ચાયા પ્રાય. ૫૩૮

રૂપધારિ રામ જોવાકાજ, શરીર કૃતા કરતા બહુ બાહ્ય;
ધ્યે ધ્યાતા થઇ આવે સએજ, એ તો ચેતનમાં ગુણ ચે જ;
જીવા બ્રહ્મનેબાથે સાય, એ અખા હોય જ નાહિ પ્રાય. ૫૩૯

વિચાર અણલિંગી કેમ ઉપજે, જેમ કોય નરને ઘેલા ભજે;
શિથિલ થઇ જાય તેની વૃત્ય, તેમ કેવળપણું પોતે તર્ત;
ભાવના ફેર પડે ચે મંન, અખા નહીં કો સાક્ષી અન્ય. ૫૪૦

પ્રાયે સર્વ ચૈતન્યનો ઠાઠ, સત્યમિથ્યા રૂપ આઠ કાઢ;
શેષનાગ વૈકુંઠ પર્યં, મણિગણ બહુ ને એક જ તંત;
દેવ નર નાગરૂપ સિદ્ધમાં ફેર, સમજે અખા ટલે અંધેર. ૫૪૧

ર્વ એક કારજ્નાં રૂપ, કારણ સમજવું તે જ અનૂપ;
કારજ કીટ પતંગા બ્રહ્માય, કારન વડે સૌ ચાલ્યું જાય;
જે ઘટ અખા કારણ ઉલ્લસે, તે તો સ્વયં થઈ વિલ્લસે. ૫૪૨

લોક ચૌદ હીરાની ખાણ, ઓપાણો તે થયો નિર્વાણ;
વણ ઓપાણે સૌ કાંકરા, જાત વિષે સર્વેઆકરા;
જે ઘટ હુવો પોતે પ્રકાશ, તે અખા નોય સ્વામી દાસ. ૫૪૩

ડ્ય અવિદ્યા સૌને વિષે, તેણે આપોપું નવ ઓળખે;
ભસ્મે દેહ અધ્યાસી થયો, કર્મ અક્રી ચૌદ લોક વહ્યો;
તેહ ભૂલ; ટાળવા માટ, અખા ભક્તિ ઘાલી છે ઘાટ. ૫૪૪

જાણ્યું જેવ નવધા આદરે, ભક્તિરસે કર્મરસ વિસરે;
ઇશ્વર સાથે રતિ બંધાય, તો કાં ઇ સુરત ચેતનમય થાય;
ત્યાં સગુણ ભક્તિ ગાયો સાકાર, અખા મડાણે મોહ વ્યાપાર. ૫૪૫

ક્તિ દેખાડી એટલા માટ, કર્મ ગહનમાં પાડી વાટ્ય;
જાણ્યું સુધે મારગા જશે, સર્વાવાસ હરિને જાણશે;
અખા અવતરી ધ્યેયને બકે, પોતાથી ચૂટી કેમ શકે. ૫૪૬

ર્વાવાસ જાણ્યા વિણ રામ, અખા થયું નથી કેનું કામ;
બીજી ભક્તિ તે મોહનો ઘાટ, રાજમાર્ગમાં પડે છે વાટ;
પુષ્પિત વાણી તે મેવાસ, સુખ સરખું પણ મહા આયાસ. ૫૪૭

ક વસ્તુ વિચાર વિચાર્યો મને, પરબ્રહ્મા જાણવો જને;
આપ આદ્યે દૈ ચૌદે લોક, પંચભૂતકેરો સૌ થોક;
લોક લોક પ્રતે લોકપાળ, એવું ઘર ચે અખા વિશાળ. ૫૪૮

વૈકુંઠાદિ ઉંચા માળ, નીચા જોતાં આદિ પાતાળ;
તેમાં બળિયા બળિયા બહુ, એક અધિપતિને પ્રજા સહુ;
અખા જોતાં એક માંડણી, મહા કારણ તે અળગો ધણી. ૫૪૯

તેમાં નિધ સઘળે પોષાય, અવિરલ પ્રવાહચાલ્યો જાય;
વિષ્ણુ બ્રહ્મા શિવ ને શેષનાગ, ઐશ્વર્ય ઓચાં અદકાં ભાગ;
ત્રિગુણાતીત્વડે એ સહુ, અખા સમજે તો સારું બહુ. ૫૫૦

લોક ચૌદ ત્રણ ગુણના કર્યા, અષ્ટાદશ વર્ને આવર્યા;
એણે લેખે બહુ બ્રહ્માંડ, બ્રહમાંડ બ્રહ્માંડે બહુ વિધિ માંડ્ય;
લૌકિક લેખું એત્યાં કહ્યું, અખા અલૌકિક અળગું રહ્યું. ૫૫૧

જેમ ચિતારો ચિત્રશાળા કરે, અનંત ભાત્યનાં રૂપા ચિતરે;
અનંતા અવયવ ભાવ ભેદ નામ, જોતાં ચિતારાનાં કામ;
દીઠી સુણી વાત બહુ લખે , અખા ન નિપજે જોયા પખે. ૫૫૨

ચિતારાની પેરે નથી, જે સર્વ કાઢ્યું અપામાંહીથી;
રૂપે રૂપે સંચાર્યુઁ આપ, તેને ચૌદે વ્યાપ્યો વ્યાપ;
કળને ભરાવી ચૈતનવિષે, માટે તે નાટક છે અખે. ૫૫૩

દભુત કળા ચિતારા તણી, આપે આપની નીપજ ઘણી;
બીબે બીબું ભરાતું જાય, ચૌદ લોકની નીપજ થાય;
થાયા ભાત પણા સામર્થ્ય પોત, એમ અખા જો ઓતપ્રોત; ૫૫૪

રૂપી તે રૂપે બહુ થયો, સ્વસ્વરૂપે જેમ હતો તેમ રહ્યો;
જેમ અગ્નિથી દીપક થાય, પચે દીવા ચાલ્યા જાય;
હુતાશન તેમનો તેમ અખે, હાણ્ય વૃદ્ધિ નહીં ચૈતન વિષે. ૫૫૫

નાટકનો એમ નીપજે ભેદ, હુઁ નથી કહેતો કહે ચે વેદ;
જેને સ્વસ્વરૂપ પાન્યાનો અર્થ, માયા મોહ કરવો હોય વ્યર્થ;
પ્રગટ પ્રમાણ કહે છે અખો, જાણો તે એ પેરે લખો. ૫૫૬

સુખિયા દુઃખિયા દીસે બહુ, પણ માયાના કીધા છે સઅહુ;
સુખિયા પલમાં દુઃખિયા થાય, ધન તન લજ્જા ફીટી જાય;
રંક હોય તે થાએ રાય, અખા એહ માયામહિમાય. ૫૫૭


માયાનાં મર્કટ સહુ લોક, પલકે સુખ ને પલકે શોક;
કપિને જેમ શણગાર્યો નટે, ભીખ મગાવે રહ્યો ચૌવટે;
અખા લે સઅર્વે ઉદાલ્ય, કંઠે દોરડી પુઠે કાળ. ૫૫૮

લકે રિધા સિધા આવે ઘણી, જીવ જાણે હું સૌનો ધણી;
જેમ વરઘોડે મલિ બહુ વના, પલક રહીને થાઓ ફના;
અખા માયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત. ૫૫૯

બાળક પેં ઘરડો તે શૂન્ય, સત્ય માન્યું સ્વપ્નાનું ધંન;
બાળકા રમતને માનેફોક, ઘરદો સત્ય માને હર્ષ શોક;
પશુ મુવો કે ભૂત ન થાય , માણસ અખા અવગતા કહેવાય. ૫૬૦

પંચા ઈંદ્રિયનું અતિશય જ્ઞાન, એ માણસ્ને આપ્યું માન;
સામુંતેને ચડ્યો અહંકાર, કર્યા મૂક્યાનો રાખે ભાર;
અવળી સુજ્ય અખા જીવની, અંતર માયા અતિ પ્રિય બની. ૫૬૧

કાંઇ દીસે જીવને હાથ, થઇ બેસે તે સૌંનો નાથ;
ધન તન દોલત ઉડી જાય, રહ્યો રુવે પણ કાંઇ ન થાય;
મરડે મૂછ પણ માંહે કલૈબ્ય, અખા એહનું લક્ષન જીવ. ૫૬૨

નાટક ચાલે માયાતણું, સકળ જીવ શણગારી ઘણું;
કાળ ફેરવે ચૌદ ચોવટે, એકને આપે એકનું ઝટે;
અખા વગોવે માયા કાળ, જાણ પંડિત શ્રીમંત ભૂપાળ. ૫૬૩

બાળક જેમ રમાડે શ્વાન, દૂરથકી દેખાડે ધાન;
પુંછ હલાવે ચાટે લાળ, ઉંચું કરી ભરાવે ફાળ;
લલચાવ્યો દેશાંતર જાય, અખા એમ રમાડે માય. ૫૬૪

શા જનને બહુ પરભવે, દેવ આગળ જઈ દુઃખ દાખવે;
દશે આંગળાં મુખમાં ધરે, દીન વચન નેત્રે નિર ભરે;
ત્યાંથી ટાંક ન પામે ધૂળ, અખા લાલચે ન મળે મૂળ. ૫૬૫

હે અમને કોન શકે છેતરી, એવું બાંધે બરદ આદરી;
ક્ષણે ક્ષણે લુંટાતો જાય, ધન તન સજ્જન સૌને ખાય;
છાનો નહીં પ્રગટે ઠગે કાળ, પંડિત જાન શ્રીમંત ભૂપાળ. ૫૬૬

ઝોંટી લે રાજાનાં તાજ, તપસીનાં તપ કરે અકાજ;
શ્રીમંત કેરાં ધનને હરે, પ6ડિતની વિદ્યા ભક્ષ કરે;
યુવતીનાં યૌવન હરે કાળ, તોય અખા નવ જાગે બાળ. ૫૬૭


કાગળમાંથી જાય કપૂર, શોકે સૌનેએનું નૂર;
ગર્વ ગાંઠ્થી મોહે અજાણ, સૌને પીલે એક જ ઘાણ;
ખોખાં કરી નાંખે તત્કાળ, અખા એવો કરડો કાળ. ૫૬૮

ઘોડા પૂર આવે જેમ નદી, ક્ષણમાં સંપત દીસે વધી;
પળમાં તેનો થાયે વરો, જેવો ચાશ તઅનો આફરો;
એમ સંસાર આવે ને જાય, અખા તેને કયાં પતિવાય. ૫૬૯

હિત દેશ વૈજુંઠ ગયા રામ, કુળ લઇ કૃષ્ણ પહોંતા નિજ ધામ;
પ્રાકૃત જીવતની શી વાત, મોટે ઠામે ઘાલ્યો ઘાટ;
થયો પદારથ ટાળે કાળ, વળગ અખા નિર્ગુણની ચાલ. ૫૭૦

પુન્ય પાપ લખિયાં ઋષિ જને, જેણે જેવું માન્યું માને;
બ્રાહ્મણ કહે સત્ય કરવા યજ્ઞ, પશુવધ કીધે હોય પુન્ય;
જૈન કહે એ હિંસા પાપ, અખા ધર્મ પણ જુજવા થાપ. ૫૭૧

ખ્યા પ્રમાણે સહુ કો વદે, ધર્મ રાખવો સૌને હૃદે;
બોલ્યું ન મળે કેનું એક, આપ આપણી રાખે ટેક;
જાંગડ રાખી સૌ ઓચરે, અખા સહુ કો વદતા મરે. ૫૭૨

માણસ પેં દેવ ઉત્તમ લખે, ત્યાં મદ્ય માંસને ભખે;
તેને માથે ન ગણે પાપ, બલી આપીને સૌ કહે બાપ;
અખા ગહન એ ચાલ્યું જાય, રામ જાણે નિસ્તારો થાય. ૫૭૩

હુ સામર્થ્ય હોય ચે જ્યાં, બુધનું બળ નહિ ચાલે ત્યાં;
દેવી દેવ રાક્ષસ સિદ્ધિવંત, તેનાં ચરિત્ર ન સમજે જંત;
તેને શિર ન ગનાએ પાપ, અખા બુધ્ય લગન આલાપ. ૫૭૪

બુદ્ધિ પ્રમાણે લખી લખી ગયા, બુદ્ધિ પ્રમાણે વાંચે રહ્યા,
બુદ્ધિ પ્રમાણે સહુ સાંભળે, બુધ્યાતીતથી સૌ ચળવળે;
તેને અખા સમજે જે કોય, પરાતીતથી પોષણ હોય. ૫૭૫

જેમ અરૂપ અગ્નિ રહે ચમક વિષે, પ્રગટ થયા પચિ સહુ લખે;
રૂપ ધરી બહુ પરાક્ર્મા કરે, બુધ્ય વિલાસા સહુ કો આદરે;
પણ પ્રગટ્યાને કાળની દધા, અરૂપ અખા સદોદિત સદા. ૫૭૬

રૂપી અગોચરથી બળ કરે, દ્રુમ વિષે જેમ નિર પરવરે;
થડ મૂળ શાખા પત્રને ફૂલ, રગો રગે નીર ચડ્યું અમૂલ;
પાણિ સદા અખા અવિનાશ, પણ થઇ આવ્યુ6 તે થાએ નાશ. ૫૭૭


ળ જોવા હીંડે નીરને, પણ કેમ દેખે અંતરથી હીરને;
ફળ સ્થાનક દેહાદિક રૂપ, અને જળ્સ્થાની તે વસ્તા અરૂપ;
અખા જોતાં તો સર્વે રાન, પણ ઉપન્યું તે ટળે રૂપ નામ. ૫૭૮

ખા એમ જ ધરજો ધ્યાન, આફણિયે જડશે સ્વસ્થાન;
બીજું તે મનની શોચના, અંતરજાડ્ય ન ટળે રોચના;
પરાપાર પ્રાણેશ્વર નાથ, નહિ સમજે તે ઘસશે હાથ. ૫૭૯

પિંડ શોધે પ્રાણેશ્વર જડે, બીજું તેને રૂપક ચડે;
પ્રત્યક્ષ સિદ્ધા સેવક બહુ સ્વાદ, પરોક્ષ ઉમેદા કરે બહુ વાદ;
ગળી ચોપડી સઘળી વાત, લુખો રામ અખા સાક્ષાત; ૫૮૦

રામ નોહે પ્રત્યક્ષ પરોક્ષ, સ્વયંરહેશે આપોપું શોષ;
ત્રિગુણ ધુંવાડે આંખ્ય બહુ ભરી, ચૌદ લોક રહ્યા આવરી;
આતમ અખા સદોદિત સદા, જીવને ત્રિગુણની લાગી દધા. ૫૮૧

સૂઝ પડે તે સમજે સાર, અન્ય કલ્પે ઉપલો વહેવાર;
વાદળ ખોખું શોષે નીર, કાદવમાંથી પીએ હીર;
એમ પ્રપંચ પરમેશ્વર લહે, અખો દેખી ચાખી કહે. ૫૮૨

સ્વામી અખાનો સધલે મળે, લોક ચૌદે તેમાં આફળે;
બ્રહ્મા આયુષ પંથમાં જાય, રામરૂપ પૂરું ન પમાય;
એવું અદબદ એળે જડ્યું, તે માંયલું સર્વ ઘાટે ઘડ્યું. ૫૮૩

ખા અદ્ભુત મોટી વાત, પ્રાકૃત જીવ કહે ઉત્પાત;
ભવ્ય જીવ કહે એ ભલું, સિંહનું બાળ રમે એકલું;
કેશરી કેરી મોટી ફાળ, પ્રાકૃત જીવો બિયે શિયાળ. ૫૮૪

પ્રાયઃ પરમેશ્વર ચે મનાતીત, પાણીથી અળગેરું શીત;
શીતા યોગે જેમ નીર જમાય, તે ઉપર સૌ હીંડી જાય;
વસ્તુ વડે એમ જાણો મન, એમ અખા સમજેહરિજન. ૫૮૫

ળા જામે ને જલ વિઘરે,તે બાધી અવની પરવરે;
હીમ ન દીસે તેમાં રંચ, તેમ એ જાણો મનના સંચ;
ત્યાં હીમ તેમ હ્યાં રામ, અખા મન સત્તાનાં કામ. ૫૮૬

ખા લાઘવ સમઝવામાંય, જો અંતર્યામી થાએ સહાય;
સામો હોય તો સાહે હાથ, પોતે પોતાના લેખો નાથ;
ચે હુમાયુ પંખીની પઠે, કોય હેતુ વાદ કરશો મા હઠે. ૫૮૭


ગ્નિ કાષ્ઠ મેલીને પંખ, ઉપર ઉડી નાખે નિશ્શંક;
નિજ ઇચ્છાયે બાળે કાય, સ્વાંત બુંદ ફરિ પરગટ થાય;
એમ અખા હોય બ્રહ્મ વિચાર, ઉત્પન્ના લય જ્યાં હું તું સાર. ૫૮૮

ખે વિચાર્યું મનની સાથ, જે કાંઇ દીસે તારે હાથ;
તો ફાંશી શિદ રાખે મામ, કશું ન નિપજે તો શું કામ;
શરીર તારું તારે વશ નહિ, તો બહાર બળ દેખાડે કહીં. ૫૮૯

ઇંદ્રિય વણશે વણશે કાય, ગમે નહીં વાળ ધોળા થાય;
સ્વર્ગા સૂધી તે ઘાલે હામ, પોતાનું નિર્ખાયે ચામ;
ફોકટ ગાડાં લૂટી પડે, અખા ન કોયે પારે પડે. ૫૯૦

ખા ઇચ્છે જો આતમ્ભોગ, નિવૃત્તિ વિના તે ન મલે જોગ;
કથે જ્ઞાન પણ બાંધ્યો વાઘ, તેને મુક્ત ન પામે જાગ્ય;
મુવે મુક્ત હશે તેમ હશે, જીવતે વાઘ જો પાંજર વસે. ૫૯૧

છૂટા ચો પણ બાંધ્યા હેઠ, જેમ શકરાને દોરો પેટ;
ઉડે ખરો પણ નાવે જાય, પેટ બાંધ્યો દોરો તનાય;
અખા એમ નિવૃત્તિ વિના, જીવને ત ન ટળે બેમના. ૫૯૨

જ્ઞાનીથી જ્ઞાની ભલો, જે મન વડે ચુકવ્યો કલો;
પણ વર્ત્તવા પ્રવૃત્તિમાં ધાંખ, જેમ પોપટની કાઢી પાંખ;
કદાચ અખા તે ઉડી જાય, પાચો તેને પ્રવૃત્તિ સાય. ૫૯૩