આ કોણે બનાવ્યો ચરખો?
રવિસાહેબ
(ઢાળ : રૂપલારાતલડીમાં ઉઘડે ઉરનાં બારણા , હો બ્હેન)



આ કોણે બનાવ્યો ચરખો?

નુરતે સુરતે નીરખો
એના ઘડનારાને પરખો;
આ કોણે બનાવ્યો ચરખો ?

આવે, જાવે એ બોલાવે,
જ્યાં જુઓ ત્યાં સરખો;
દેવળ, દેવળ કરે પુકારા,
પારખ થઈને પરખો !.. આ કોણે..

ધ્યાનકી ધૂનમેં જ્યોત જલત હે,
મીટ્યો અંધાર અંતરકો;
એ અજવાળે અગમ સૂઝે,
ભેદ જડ્યો ઉન ઘરકો.. આ કોણે..

પાંચ તત્વ કા સાજ બનાયા,
ખેલ ખરો એ નરકો;
પવન-પૂતળી રમે પ્રેમસે,
જ્ઞાની હોકે નીરખો.. આ કોણે..

રવિરામ બોલ્યા પડદા ખોલ્યા,
મૈં ગુલામ ઉન ઘરકો;
એ ચરખાની આશ ન કરજો,
ચરખો નહીં રહે સરખો.. આ કોણે..