આ તે શી માથાફોડ !/૧૦૭. આજે નિશાળે નથી જાવું
← ૧૦૬. રડીએ તો ગાંડા કહેવાઈએ | આ તે શી માથાફોડ ! ૧૦૭. આજે નિશાળે નથી જાવું ગિજુભાઈ બધેકા |
૧૦૮. તમારું બાળક તમને કહે કે — → |
: ૧૦૭ :
આજે નિશાળે નથી જાવું
❊
આજે નિશાળે નથી જાવું
બાળક : “આજે નિશાળે નથી જવું.”
બાપા: “કંઈ નહિ, કાલે જજે.”
×××
બાળક : “આ કપડું તો નથી ગમતું; બીજું પહેરું ?”
બાપા: “ત્યારે બીજું પહેર; ગમે તે પહેર.”
×××
બાળક : “આટલું હવે નહિ ભાવે; પડ્યું રહેશે.”
બાપા : “ઠીક ત્યારે પરાણે ન ખાતો.”
×××
બાળક : “હવે આ ઓરડીમાં હું નહિ વાંચું; મને નથી ગમતી.”
બાપા: “કંઈ નહિ; ત્યારે પેલીમાં વાંચ.”
૨
બાળક : “આજે નિશાળે નથી જવું.”
બાપા: “ન કેમ જા ? જાવું પડશે.”
×××
બાળક : “આ કપડું તો નથી ગમતું બીજું પહેરું ?”
બાપા : “ન કેમ ગમે ? એ જ પહેર.”
×××
બાળક : “આટલું હવે નહિ ભાવે; પડ્યું રહેશે.”
બાપા: “ખાવું પડશે. પડ્યું કેમ મુકાય ?”
×××
બાળક : “આ ઓરડીમાં હું નહિ વાંચું; મને નથી ગમતી.”
બાપા : “ન કેમ ગમે ? પહેલેથી વિચાર કરવો‘તોને ? હવે તો એમાં જ બેસવું પડશે.”