આ તે શી માથાફોડ !/૧૧૮. આમ નહિ, પણ આમ.

← ૧૧૭. કોણ વધારે કેળવાય છે ? આ તે શી માથાફોડ !
૧૧૮.આમ નહિ , પણ આમ.
ગિજુભાઈ બધેકા
૧૧૯. પિતા વિષે →


: ૧૧૮ :
આમ નહિ , પણ આમ.

એ, ત્યાં જઈશ નહિં , અંધારું છે.

એ, ત્યાંથી ચાલીશ નહિ; ત્યાં કાંટા છે.

એ, ત્યાંથી ભાગ; નહિતર કુતરું કરડશે.

એ, અહિંથી ભાગો; અહી ગરબડ થાય છે.

ચલો હટો, આ ખુરશી તમારે માટે નથી; તમને બેસતાં નથી આવડતું.

લઈશ નહિ, લઈશ નહિ, વગાડી બેસીશ. મૂકી દે એ છરી.

કોરે ખશ, એને પાડી દઈશ. એને અડતો નહિ હોં કે !

ત્યાં અંધારું છે; બત્તીલઈને જા.

જો, નીચે જોઈને ચાલજે; ત્યાં કાંટા છે.

જો, પેલો પથરો લઈને ઊભો રહે એટલે કૂતરું નજીક નહિ આવે.

જુઓ, અહીં તમે તમારું કામ આવી રીતે શાંતિથી કરો.

જુઓ, આ ખુરશી ઉપર આવી રીતે બેસો; આમ બેસાય.

જો, છરી આમ લે અને દોરી કાપવી હોયતો આમ કાપ.

જો, આવ આવી રીતે લે જોઈએ ? હું પાસે છું. એને આમ તેડાય.