આ તે શી માથાફોડ !/૩૦. ના પાડે છે
← ૨૯. નિશાળે ન જવા માટે | આ તે શી માથાફોડ ! ૩૦. ના પાડે છે ગિજુભાઈ બધેકા |
૩૧. બાપુપાસે જવું છે → |
: ૩૦ :
ના પાડે છે
૧
૨
❊
ના પાડે છે
મને ગલૂડિયું રમાડાવું બહુ ગમે છે પણ બા કહે છે: “આપણે ગલૂડિયું ન રમાડાય.”
મને મંછા સાથે રમવું બહુ ગમે છે પણ બાપા કહે છે : “આપણે મંછા સાથે ન રમાય.”
મને શાક સુધારવું બહુ ગમે છે પણ મોટી બેન કહે છે : “તારાથી શાક ન સુધારાય.”
મને જોડા ગોઠાવવા બહુ ગમે છે પણ ગોઠવવા જાઉં ત્યારે કાકા કહે છે : “આપણે જોડા ન ગોઠવાય.”
હું ગલૂડિયે રામતો હતો. બા કહે : “એની સાથે ન રમ; એ કરડકણું છે.”
હું મંછા ભેગો રમતો હતો. બાપા મને કહે : “હમણા એની ભેગો ન રમ; એને ખસ થઈ છે.”
હું શાક સુધારવા જતો હતો મોટી બેન કહે : “એ છરીએ ન સુધારતો; એ તાજી સજાવેલી છે.”
હું જોડા ગોઠવવા બેઠો. કાકા કહે : “હમણાં ન ગોઠગતો; નહાતી વખતે ગોઠવજે.”