આ તે શી માથાફોડ !/૫૯. ભાઈ'શાબા, નથી આવડતું !
← ૫૮. કયું ભણતર સાચું | આ તે શી માથાફોડ ! ૫૯. ભાઈ'શાબા, નથી આવડતું ! ગિજુભાઈ બધેકા |
૬૦. ટહે → |
: ૫૯ :
ભાઈ’શાબ, નથી આવડતું !
❊
ભાઈ’શાબ, નથી આવડતું !
વિઠલો સુતાર હતો. હજુ નાનો હતો છતાં ચોડાં ફાડાતાં ને રોંકતા આવડાતું; પણ વિઠલાને ઇતિહાસ ભૂગોળ કેમે કરીને યાદ ન રહે. બિચારો ઘણું ગોખે !
માસ્તર તો લેસન ન આવડે એને કાં તો ગાળો દે ને કાં તો મારે. વિઠલાને તો ગાળો યે દે ને ઉપરથી વળી મારે. વિઠલાને અંગૂઠા પકડાવે; પછી ઉપરથી ઘમ કરી ઘૂંસતો લગાવે !
બિચારો વિઠલો ઉં... કરી જાય ને બોલે: “ભાઈશા’બ નથી આવડતું !” વિઠલાને ઈતિહાસ આવડ્યો જ નહિ; વિઠલાને સુતારકામ આવડ્યું. આજે એ એક સારો સુતાર મિસ્ત્રી છે.
બાપા કામ કરવા દેતા હતા; માસ્તર ભણાવતા હતા ને મારતા હતા.