← ૬૭. પરાવલંબન આ તે શી માથાફોડ !
૬૮. સ્વાવલંબન
ગિજુભાઈ બધેકા
૬૯. ખોટી મદદ →


: ૬૮ :
સ્વાવલંબન

બીડ જોઉં તારી મેળાએ.

ઉપાડ જોઉં ! ઊપડશે, ઊપડશે.

જો તેને તો પહેરતાં આવડે છે, તારી મેળે પહેર જોઈએ ?

હવે તો તું તારી મેળે નાહી શકે; લે પાણી કાઢી આપું. મેળાએ નાહી લે.

જો જોઈએ, મેળાએ વસાશે; કેમ કરીને વાસીશ ?

જો બધી બારીઓમાં જો જોઈએ ? તારી મેળે શોધી કાઢીશ.

ધીમે ધીમે ચાલ્યો આવ. એકલાં એકલાં ચાલ્યા અવાય.

તે મેળાએ કરી લેને ? મેં તને શીખવ્યું છે.