← ૬૮. સ્વાવલંબન આ તે શી માથાફોડ !
૬૯. ખોટી મદદ
ગિજુભાઈ બધેકા
૭૦. સાચી મદદ →


: ૬૯ :
ખોટી મદદ

શું છે ? બારણું નથી ઊઘડતું ? લે જરા ઉઘાડી દ‌ઉં.

શું છે ? નાડી નથી બંધાતી, ખરું ? આવ બાંધી દ‌ઉં.

શું છે ? ટોપી નથી ઉતારી શકતો ? ઊભો રહે ઉતારી આપું.

શું છે ? ખીલી નથી મરાતી ? હથોડી લાવ, હું મારી આપું.

શું છે ? ચોરણી નથી પહેરાતી ? આવ પહેરાવી દ‌ઉં.