આ તે શી માથાફોડ !/૭૦. સાચી મદદ
← ૬૯. ખોટી મદદ | આ તે શી માથાફોડ ! ૭૦. સાચી મદદ ગિજુભાઈ બધેકા |
૭૧. બાળકો વાતો કરે છે → |
: ૭૦ :
સાચી મદદ
❊
સાચી મદદ
શું છે ? બારણું નથી ઊઘડતું ? જો જરા આમ ખેંચી જો, એટલે ઊઘડશે.
શું છે ? નાડી નથી બંધાતી એમ કે ? જો આમ કરીને બાંધ જોઈએ ?
શું છે ? ટોપી નથી ઉતારી શકતો ? પેલી લાકડીથી કે સળિયાથી ઉતાર તો ?
શું છે ? ખીલી નથી મરાતી ? જો આમ હથોડી પકડ ને આવી રીતે ઘા કર.
શું છે ? ચોરણી નથી પહેરાતી ? જો આમ બેસીને આમ પગ નાખ જોઈએ ?