આ તે શી માથાફોડ !/૮૮. બાપુજી સાથે નથી

← ૮૬. એક પ્યાલે પાણી પીવાય ? આ તે શી માથાફોડ !
૮૮. બાપુજી સાથે નથી
ગિજુભાઈ બધેકા
૮૯. બાને નથી ગમતું‎ →


: ૮૮ :
બાપુજી સાથે નથી

ઘોડાગાડીમાં બેસી બાળકો ફરીને પાછાં આવતાં હતાં. તેઓ ખૂબ આનંદમાં દેખાતાં હતાં. ગાડી ધીમે ધીમે મારી નજીક આવતી હતી.

મારા મનમાં થયું: “એના પિતા કેટલા સમજુ હશે ? “ બાળકોને આનંદ મળે તેવી ગોઠવણા કર્યા કરતા હોય એમ લાગે છે. હું ઇચ્છું કે દરેક પિતા બાળકોને ફરવા જવા દે. ખુલ્લી હવા અને કુદરતનો આનંદ લેવા દે. આ બાળકો આ હસતી કુદરત સાથે કેવાં હસી રહ્યાં છે ! ખરેખર એના પિતા તરફ માન ઊપજે છે.”

ગાડી નજીકથી પસાર થઈ ને તેમાંથી એક બાળકના મોંમાંથી શબ્દો નીકળતા સાંભળ્યા: “આજે ગાડીમાં બહુ મજા પડે છે. આજે બાપુજી સાથે નથી.”

પેલા પિતા સંબંધેનું મારું માન હવે કેટલું રહ્યું હશે ?