આ તે શી માથાફોડ !/૯૨. તમને શું લાગે છે ?
← ૯૧. એ... પણે બાપુ આવે | આ તે શી માથાફોડ ! ૯૨. તમને શું લાગે છે ? ગિજુભાઈ બધેકા |
૯૩. શાંતિમાં ભંગ કેમ પાડે છે ? → |
: ૯૨ :
તમને શું લાગે છે ?
❊
તમને શું લાગે છે ?
શિવજીભાઈ બહુ કડક હતા. ઘરમાં ચાર છોકરાં: રતુ, અમૃત, ધીરી ને છબલ. ચારે છોકરાં એમનું નામ સાંભળીને ધ્રૂજે. શિવજીભાઈને ઘેર આવવાનો વખત થાય ત્યાં તો સૌ પાઠ કરવા બેસી જાય. કોઈ ચૂં કે ચાં ન કરે. શિવજીભાઈ ઘરમાં રહે ત્યાં સુધી સૌ ડાહ્યુંડમરું. જ્યાં શિવજીભાઈ બહાર ગયા કે કૂદાકૂદ, ધક્કંધક્કા, ગમ્મતરમત, નગંનાચા. ચોપડી તો હાથમાં યે કોણ લે ?
શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે છોકરાં કેવાં ડાહ્યાં અને કામઢાં છે ?
શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે જોયું, મારો રોફ કેવું સરસ કામ કરે છે ?
શિવજીભાઈ મનમાં એમ પણ માનતા હશે કે મને છોકરાંને સીધાં રાખતાં બહુ આવડે છે.
શિવજીભાઈ ભલે એમ ધારે, પણ તમને સૌને શું લાગે છે ?